SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ તવાથસૂત્ર અંગે પાંગનામ'. ૫-૬, પ્રથમ ગૃહીત ઔદારિક આદિ પુદ્ધ સાથે નવાં ગ્રહણ કરાતાં તેવાં પુત્રને સંબંધ કરી આપનાર કર્મ તે “બંધનનામ', અને બહપુલેને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ “સંધાતનામ'. ૭-૮. હાડબંધની વિશિષ્ટ રચનારૂપ “સંહનાનામ', અને શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત કર્મ તે “સંસ્થાનનામ'. ૮–૧૨. શરીરગત ત આદિ પાંચ વર્ણો, સુરભિ આદિ બે ગધે, તિક્ત આદિ પાંચ રસ અને શીત આદિ આઠ સ્પર્શીનાં નિયામક કમી અનુક્રમે “વર્ણનામ”, “ગંધનામ', રસનામ” અને “સ્પર્શનામ'. ૧૩. વિગ્રહવડે જન્માંતર જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર કર્મ તે આનુપૂર્વનામ'. ૧૪. પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ તે “વિહાગતિનામ'. આ ચૌદે પિંડ પ્રકૃતિએ કહેવાય છે; તે એટલા માટે કે તેમના બીજા અવાંતર ભેદે છે. ત્રારા અને વરી. ૧–૨. જે કર્મના ઉદયથી સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તે “ત્રનામ'; તેથી ઊલટું જેના ઉદયથી તેવી શક્તિ પ્રાપ્ત ન થાય, તે સ્થાવરનામ'. ૩–૪. જેના ઉદયથી છનાં ચર્મચક્ષુને ગોચર એવા બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે “બાદરનામ; તેથી ઊલટું જેનાથી ચર્મચક્ષુને અગોચર એવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય, તે “સુમનામ'. ૫-૬. જેના ઉદયથી પ્રાણી સ્વાગ્ય પર્યાપ્તિ પૂરી કરે, તે “પયતનામ'; તેથી ઊલટું જેના ઉદયથી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી ન શકે, તે “અપર્યાપ્ત નામ'. ૭-૮. જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તે “પ્રત્યેકનામ'; જેના ઉદયથી અનત જી વચ્ચે એક
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy