SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ३० • ૧ બિલકુલ નગ્ન નહીં એવું મધ્યમમાર્ગી પણ હતું. એ બંને દળામાં બિલકુલ નગ્ન રહેવા કે ન રહેવાના વિષયમાં તથા ખીજા કેટલાક આચારાના વિષયમાં ભેદ હતા, તા પણ ભગવાનના વ્યક્તિત્વને કારણે તે વિરાધનું રૂપ ધારણ કરી શકો નહિ. ઉત્તમ અને મધ્યમ ત્યાગમાના એ પ્રાચીન સમન્વયમાં જ વમાન દિગ'બર શ્વેતાંબરેના ભેદનું મૂળ છે. એ પ્રાચીન સમયમાં જૈન પરપરામાં દિગંબર શ્વેતાંબર એવા શબ્દ ન હતા તા પણુ આચારભેદ સૂચવનારા નગ્ન, અચેલ ( ઉત્ત॰ ૨૩, ૧૭, ૨૯) જિનકલ્પિક, પાણિપ્રતિગ્રહ (કલ્પસૂત્ર ૯, ૨૮), પાણિપાત્ર વગેરે શબ્દ ઉત્કટ ત્યાગવાળા દળને માટે; તથા સમેલ, પ્રતિગ્રહધારી, (કલ્પસૂત્ર ૯, ૩૧), સ્થવિરકલ્પ (કલ્પસૂત્ર ૯, ૬૩) વગેરે શબ્દ સમ ત્યાગવાળા દળને માટે મળી આવે છે. ૨. એ એ દળામાં આચારવિષયક ભેદ હાવા છતાં ભગવાનના શાસનના મુખ્ય પ્રાણરૂપ શ્રુતની બાબતમાં કાંઈ ભેદ ન હતા; અને દળ ખાર અંગરૂપે મનાતા તત્કાલીન શ્રુતને સમાન ભાવે સ્વીકારતાં હતાં. આચારવિષયક કાઈક ભેદ, અને શ્રુતવિષયક પૂર્ણ અભેદની આ સ્થિતિ તરતમભાવથી ભગવાન બાદ આશરે દાઢસે। વર્ષ સુધી રહી. એટલું યાદ રાખવું જોઈએ કે, આ દરમ્યાન પણ મને દળના અનેક યાગ્ય આચાર્યએ તે શ્રુતના આધારથી નાનામેાટા ગ્રંથ રચ્યા હતા. તેમને સામાન્યરૂપે અંતે દળના અનુગામી તથા વિશેષરૂપે તે તે ગ્રંથના રચયિતાના શિષ્યગણુ સ્વીકારતા હતા, તથા પાતપેાતાના ગુરુ-પ્રગુરુની કૃતિ સમજીને તેના પર વિશેષ ૧. જીએ ઉત્તરાધ્યયન અ ૨૩, 1
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy