SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ધ્યાન-રહસ્ય સ્મરણ કરે છે. શ્રીનંદિષેણ નામના એક જૈન મહર્ષિએ બીજા તીર્થકર શ્રી અજિતનાથ અને સોળમા તીર્થકર શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ કરતાં જણાવ્યું છે કે अजियजिण सुहप्पवत्तणं, तव पुरिसुत्तम नामकित्तणं । . तय धिइ-मइ-पवत्तणं, तव य जिणुत्तम संति कित्तणं ॥४॥ હે પુરુત્તમ અજિતનાથ! તમારું નામસ્મરણ શુભને અથવા સુખને પ્રવર્તાવનારું છે અને તે જિનોત્તમ શાંતિનાથ ! તમારું નામસ્મરણ ધૃતિ અને મતિનું પ્રવર્તન કરનારું છે, અર્થાત્ સ્થિરબુદ્ધિને આપનારું છે.” જૈનધર્મમાં તીર્થકરોનાં નામપૂર્વક જપ કરવાના અનેક વિધાન છે, તે એની નામસ્મરણની શ્રદ્ધા વ્યક્ત કરે છે. પ્રશ્ન- આ વિષયમાં બૌદ્ધધર્મની શી સ્થિતિ છે? ઉત્તર- હિંદુ અને જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ નામસ્મરણ પર વિશેષ ભાર આપેલે નથી, છતાં તથાગતની વિવિધ પ્રકારે સ્તુતિ કરવાની પ્રથા તે તેમનામાં પણ છે. ન પ્રશ્ન- ઈસાઈ ધર્મ નામસ્મરણમાં માને છે ઉત્તર- જરૂર. બટલરના ઉપદેશમાં કહ્યું છે કે “હે " પ્રભુ ! જે લેકો તારા નામમાં રાચે છે, તે તારા ઈશ્વરી તેજમાં પ્રવાસ કરે છે. ઈસાઈએ ભગવાનનું નામસ્મરણ કરવા માટે માળાનો ઉપયોગ કરે છે. છે. પ્રશ્ન- આ બાબતમાં ઈસ્લામ ધર્મનું શું મંતવ્ય છે?
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy