SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ --ર૩૮ * જપ-રહસ્ય છીએ. ત્યાર પછી તેને ભગવતી એટલે પ્રકાશમય ચિંતવીએ છીએ. તેને વણ રક્ત પુષ્પ એટલે લાલ જાસુદ જેવો કહેલ - છે, એટલે એ પ્રકાશ રક્તવણે ચિંતવીએ છીએ. તે પછી તેના કપાળમાં ત્રીજું લોચન રહેલું છે, તેનું ચિંતન કરીએ છીએ. આ ધ્યાન ધરતાં ઘણીવાર ચમત્કારિક અનુભવે થયા છે. દાખલા તરીકે જ્યારે તેના ફલવાળા હાથનું ચિંતન કરતાં હોઈએ અને એ હાથ ઊંચે થઈ આપણને તેમાં : રહેલું ફલ બીડું આપતા જણાય, ત્યારે હાથ ધરેલા કાર્યનું ફલ શીધ્ર અને નિશ્ચિત મળેલું છે, જ્યારે તેની મુખમુદ્રા હાસ્યભરિત જણાય ત્યારે તે અમારા ઉપર પ્રસન્ન - થયાનો અનુભવ થયેલે છે અને તેનાં પ્રમાણ મળતાં રહ્યાં છે. જ્યારે ત્રીજા લોચનનું ધ્યાન ધરતાં તેમાંથી તેજનાં કિરણ નીકળી અમારા શરીરમાં પ્રવેશ કરતાં જણાયાં છે, ત્યારે - અમે નૂતન શક્તિસંચારનો અનુભવ કર્યો છે અને તે - આરોગ્ય તથા કાંતિપ્રદ નીવડે છે, ઉપરાંત અમારી તિને વધારનારે જણાવે છે. તાત્પર્ય કે જપ કર્યા પછી ધ્યાન ધરવાનો જે વિધિ છે, તે ઘણું મહત્વનું છે અને જપસાધકે તે અનિવાર્ય રીતે કરવાનું છે. તે વિના આગળ પ્રગતિ થવાની નહિ. અમે માનીએ છીએ કે જે જપસાધક પૂરેપૂરે શ્રદ્ધા વિત થઈને પૂજન-સ્તોત્ર-જપ-ધ્યાન નિયમિત કરે છે, -તેમને આવા કોઈને કે ઈચમત્કારિક અનુભ અવશ્ય થવાના
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy