SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ જપ કેમ છો? - ૧૮૩ (૪) જ૫ સ્વસ્થ મનવાળા થઈને કરે. ચિંતા, ઉદ્વેગ, ઉતાવળ, વ્યગ્રતા વગેરેને ત્યાગ ન કરવાથી મને સ્વસ્થ બને છે, એટલે જપ કરનારને મનની - આ વૃત્તિઓને છોડવી જોઈએ. . . ; (૫) જપ મૌનપૂર્વક કરવો. જપ કરતી વખતે કંઈ પણ બોલવું નહિ. (૬) જપ મનથી કરવો. - સામાન્ય રીતે જપ ઉપાંશુ કરવામાં આવે છે, પણ તે માત્ર મનોવૃત્તિથી થાય તે ઈચ્છવા એગ્ય છે. ઉપાંશુ કરતાં માનસ જપનું ફલ હજારગણું વધારે મનાયેલું છે. - જપ એકાંત અને મૌનપૂર્વક કરવાથી ઘણો લાભ થાય છે. આ દિશામાં શ્રી મોટાએ પિતાના હરિ ૐ આશ્રમમાં ઘણા પ્રયોગો કરેલા છે. જપ કરતી વખતે સ્વસ્તિકાસન, પદ્માસન, વીરાસન કે સિદ્ધાસન પસંદ કરવા ગ્ય છે, પણ તે સિદ્ધ થયાં ન હોય તો માત્ર સુખાસને બેસીને એટલે પલાંઠી વાળીને પણ જપ કરી શકાય. . . . * જપ કરતી વખતે મેરુદંડ સીધો રહે એ રીતે બેસવું. મેરુદંડ બરડાની વચ્ચે આવેલું છે, એટલે બરડો સીધો રાખ એમ કહીએ તો પણ ચાલે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy