SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જપ-રહસ્ય. મંદ ગતિએ જપ કરે છે, તેને રેગ થાય છે, તેથી સમગતિએ જંપ કરવું હિતાવહ છે. અહીં મોતીની માળાનું ઉદાહરણ લક્ષમાં રાખવું. મોતીની માળામાં મતીએ એકબીજાને અડકીને રહેલાં હોય છે, તેમ મંત્રપદે એક પછી એક તરત જ બેસવાં, પણ તેની વચ્ચે અંતર રાખવું નહિ. બે મંત્રપદોના ઉચ્ચારણમાં અંતર પડે તો તેની ફલદાયકતા ઘટી જાય છે. બીજા એક તંત્રકારે જપના છે નિયમો જણાવ્યા છે, તે પણ આપણે લક્ષ્યમાં રાખવા જેવા છે. नोच्चैर्जपं च संकुर्याद् रहः कुर्यादतन्द्रितः । समाहितमनास्तूष्णीं मनसा वापि चिन्तयेत् ॥ (૧) જપ મોટેથી બેલીને કરે નહિ. પ્રણવમંત્રનો જપ મોટેથી બેલીને કરવામાં આવે છે, તેને અપવાદ સમજ. . (૨) જપ એકાંતમાં કરવો. જ્યાં કેઈની અવરજવર ન હોય તેને એકાંત સમજવી આ રીતે વનપ્રદેશ, ગુફા, ખંડિયેર, મકાન તેમજ પોતાના મકાનના જે ભાગમાં ખાસ અવરજવર ન હોય તે ભાગ પસંદ કરી શકાય. * (૩) જપ અનિદ્રિત થઈને કરવો. ' જે સ્થિતિમાં નિદ્રા આવે, કાં આવે, તે સ્થિતિમાં જપ ન કરતાં બાકીના સમયમાં જપ કરે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy