SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] મનની સ્થિરતા મનની શુદ્ધિ સાથે મનની સ્થિરતા પણ જોઈએ. -આપણા ગવિશારદે એ મનના બે દેશે માનેલા છેએક મલ અને બીજે વિક્ષેપ. તેમાં મલને અર્થ છે મલિન વૃત્તિઓની ઉત્પત્તિ. કામ, કેપ, અભિમાન, કપટ, લેભ વગેરેની ગણના મલિન વૃત્તિઓમાં થાય છે અને તેથી જ તેને ત્યાગને ઉપદેશ છે. વિક્ષેપ એટલે ચંચલતા. ક્ષણમાં એક વિચાર, પછી બીજો વિચાર, પછી ત્રીજે વિચાર, એમ " વિચારોની પરંપરા ચાલ્યા જ કરવી તે ચંચલતા ગણાય છે. આ દેષને લીધે મન સ્થિર રહેતું નથી. જે વિચારે ધારાબદ્ધ હોય તે તેમાંથી કંઈ તત્વ નીકળે, પરંતુ આપણે શેખચલ્લીની જેમ જે તે વિચારે કરવા ટેવાયેલા છીએ, એટલે તેનું પરિણામ કંઈ આવતું - નથી. વધારે સ્પષ્ટ કહીએ તો આપણે મન વડે અનેક પ્રકારના કિલ્લાઓ બાંધીએ છીએ, પણ જ્યારે વાસ્તવિક્તા
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy