SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ વિચાર કરવાથી અન્ય પર ઠેષ થતું નથી, તેમ જ સમતાની -સમભાવની પ્રાપ્તિ થાય છે. () સંસ્થાનવિચયધર્મધ્યાન-સંસ્થાન એટલે લકની આકૃતિ, લેકનું સ્વરૂપ. અહીં લેક શબ્દથી વિશ્વ, બ્રહ્માંડ કે જગત સમજવાનું છે. તેનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સતત ચિંતન કરવું, તે સંસ્થાનવિચર્યધર્મધ્યાન કહેવાય છે. આ સ્થાન ધરવાથી વિશ્વ કેવું છે? તેમાં મારું સ્થાન શું? તેમાં મારે કઈ રીતે વર્તવું જોઈએ? વગેરે વસ્તુએને સ્પષ્ટ ખ્યાલ આવે છે. બાર તથા ચાર પ્રકારની ભાવનાઓને સમાવેશ પણ આ ધ્યાનમાં જ થાય છે. તેમાં બાર પ્રકારની ભાવનાઓ નીચે મુજબ સમજવી : (૧) અનિત્યભાવના–સર્વ પરપદાર્થોની અનિત્યતાચિતવવી. (૨) અશરણભાવના-અરિહંતાદિ ચાર શરણ વિના સંસારમાં પ્રાણીને કેઈનું શરણુ નથી, એમ ચિંતવવું. (૩) સંસારભાવના-સંસારમાં જીવનું અનાદિ પરિભ્રમણ તથા તેનાં અનંત જન્મ, મરણ અને અસ્થિર સંબં ધનું ચિંતન કરવું. (૪) એકવભાવના–જન્મ, મરણ તથા સુખ–દુઃખ આ સંસારમાં એકલાને જ અનુભવવાં પડે છે, એમ ચિંતવવું. - (૫) અન્યત્વભાવના–આત્માને ધન, બંધુ તથા શરીરથી ભિન્ન ચિંતવવે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy