SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નમસ્કારમંત્રસિદ્ધિ દૂર કરે છે અને આપણને એક પવિત્ર કે સુયોગ્ય માનવી, બનાવે છે. કબીરજી કહે છે કેશરણે રાખે સાંઈયાં, પૂરે મનકી આશ; એર ન મેરે ચાહિયે, સંત મિલનકી પ્યાસ. “હે સાહેબ! (પ્રભુ!) મને તમારું શરણ આપે અને મારા મનની આશા પૂરી કરે. મારે બીજું કંઈ જ જોઈતું નથી, માત્ર સંતપુરુષને મળવાની ઝંખના છે? આ પરથી સંત પુરુષના સમાગમનું અને તેમની સેવા. કરવાનું મહત્ત્વ સમજી શકાશે. અહીં એ વસ્તુ પણ સ્પષ્ટ કરી દઈએ કે નમસ્કારમંત્રનું ત્રીજું, ચોથું અને પાંચમું પદ એ વાસ્તવમાં સાધુમહાત્માઓનું જ પદ , એટલે તેમના પ્રત્યેની ભક્તિ વધે, તેમની સેવાને રંગ લાગે અને તેમના ચરણ તલાંસવાનું મન થાય એ નિતાંત ઈચ્છવા ચગ્ય છે. આવો મનુષ્ય નમસ્કારમંત્રની સાધના ઝડપથી કરી શકે એમાં કેઈ આશ્ચર્ય કે સદેહ નથી. (૫) વારિત-વિષય-ક્યાય એટલે જેણે વિષય અને કષાયને વાર્યા છે દૂર કર્યા છે એ. અહીં વિષચથી સંસારના. વિવિધ પ્રકારનાં સુખે ભેગવવાની વૃત્તિ અને કષાયથી ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર પ્રકારની દુષિત મનવૃત્તિઓ સમજવાની છે. ભગવૃત્તિને દૂર કર્યા વિના અધ્યાત્મ, ચાગ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy