SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] મંત્રયોગ અને મંત્રવિદ્યા આપણું રાષિ-મુનિઓ કે જેમણે ચોગાભ્યાસ અને મંત્રાભ્યાસ બંને સિદ્ધ કરેલા હતા, તેમણે એ અભિપ્રાય ઉચ્ચાર્યો છે કે “ ચોર વિના મન્ચો, ૧ મન્ના વિના હિં સઃ ! –ગનું આલંબન લીધા વિના મંત્ર સિદ્ધ થતો નથી અને મંત્રનું આલંબન લીધા વિના ચોગ સિદ્ધ થતું નથી.” આ અભિપ્રાયનું તાત્પર્ય એ છે કે જેણે મંત્રની સિદ્ધિ કરવી હૈય, તેણે યમ-નિયમનું યથાર્થ પાલન કરવું જોઈએ, આસન અને પ્રાણાયામને અભ્યાસ કરવું જોઈએ, પ્રત્યાહારમાં પ્રવીણતા મેળવવી જોઈએ અને ધારણા તથા ધ્યાનનું ગ્ય આલંબન લેવું જોઈએ. તે જ રીતે જેણે ગની સિદ્ધિ કરવી હોય, તેણે “” “તોડÉ “હૂંસા આદિ કોઈ પણ ગુરુદત્ત મંત્રને અનન્ય મને જપ કરે જોઈએ તથા તેની અર્થભાવના પણ કરવી જોઈએ. મહર્ષિ પતંજલિએ ચગદશનમાં આ વસ્તુને સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy