SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિકામાં પ્રસિદ્ધ પ્રમાણ-વ્યવસ્થાને નજર સમક્ષ રાખીને પરેાક્ષ પ્રમાણના ભેદ્યમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાનને પણ સમાવેશ કરી દીધે અને જૈનસ’મત પ્રમાણુવ્યવસ્થા નીચે પ્રમાણે કરી પ્રત્યક્ષ— ઇન્દ્રિયપ્રત્યક્ષ ( સાંવ્યવહારિક ), અતીન્દ્રિયપ્રત્યક્ષ (પારમાર્થિક) પરાક્ષસ્મૃતિ પ્રત્યભિજ્ઞાન ત અનુમાન આગમ અકલકે કરેલી આ વ્યવસ્થા આચાર્યં વાદી દેવસૂરિએ પ્રસ્તુત પ્રમાણુનયતત્ત્વાલાકમાં આ. માણિક્યન'દીના પરીક્ષામુખને અનુસરીને સ્વીકારી લીધી છે. વાદી દેવસૂરિ પૂર્વે પણ શ્વેતામ્બર જૈતામાં ન્યાયાવતારવાતિક અને તેની વૃત્તિ તથા પ્રમાલમા જેવા ગ્રન્થ લખાયા હતા. જેમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ-એમ ત્રણ પ્રમાણ મનાયાં હતાં. પરંતુ આચાય વાદી દૈવે તેનું અનુસરણ નથી કર્યું. પરંતુ દિગંબર આચાર્ય અક્લક કરેલી વ્યવસ્થા માન્ય રાખી છે. તે સૂચવે છે કે આ બાબતમાં શ્વેતામ્બર-દિગંબરના ભેદની વાત આગળ ધરવામાં નથી આવી પણ જે ઉચિત હતું તેનેા સ્વીકાર થયા છે. પ્રમાણના ભેદા પ્રત્યક્ષ અને પરાક્ષ છે એવી જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ઇતર દાનિકો દ્વારા પ્રમાણભેદની વ્યવસ્થામાં સંશાધન છે તે કહેવાની જરૂર નથી અને વિચારપૂત હાઇ અન્યને સ્વીકાર્યું પણ બને તેવી છે. પરેાક્ષના ભેોમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન અને તર્ક એ ત્રણેને પૃથક્ પ્રમાણ શા માટે માનવાં જોઈએ તેની ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં છે જ. એથી અહીં તે વિષે લખવાની જરૂર નથી. સ્મૃતિ અને તર્કને પૃથક્ પ્રમાણ માત્ર જૈતન્યાયમાં જ માનવામાં આવ્યાં છે જ્યારે પ્રત્યભિજ્ઞાનને પ્રમાણ માનવામાં માત્ર બૌદ્ધોને જ વાંધા છે અને તેનું કારણ એ છે કે બૌદ્ધોને મતે બધુ જ ક્ષણિક હાઈ પ્રત્યભિજ્ઞાનને સંભવ જ નથી. તેમનુ કહેવું છે કે પ્રત્યભિજ્ઞાન એ ભ્રાન્તનાન છે. જ્યારે ખીજા બધા દાર્શનિકા વસ્તુને માત્ર ક્ષણિક જ ન માનતા હોઈ તેમને મતે અભ્રાન્ત પ્રત્યભિનાન સભવી શકે છે. તે પ્રત્યક્ષ છે કે પૃથક્ પ્રમાણ છે તેમાં મતભેદ છે પરંતુ તેના પ્રામાણ્યમાં તે બૌદ્ધ સિવાયના કાઇ ને વાંધેા નથી. જ્ઞાનનું જ્ઞાને પ્રત્યક્ષ પ્રમાણ છે કે પરાક્ષ એમાં દાર્શનિકામાં વિવાદ છે. વળી, જ્ઞાનનુ જ્ઞાન સ્વથી, જ છે કે પરથી~એમાં પણ વિવાદ છે. આ બાબતમાં જૈદાનિકાએ બૌદ્ધોનું અનુસરણ કરીને જ્ઞાનને સ્વવિદિત માન્યું છે. અને સ્વસવેદનને પ્રત્યક્ષ પણ માન્યુ છે. અને એ સિદ્ધ કરવામાં અનુભવ ઉપરાંત તર્કની પણ સહાય લીધી છે. જૈના આત્મા અને આત્મબાહ્ય વસ્તુનું અસ્તિત્વ માનતા હાઈ તેમને મતે જ્ઞાન જેમ રવપ્રકાશક છે. તેમ પપ્રકાશક પણ છે. આથી યેાગાચાર બૌદ્ધોની જેમ જેના જ્ઞાનદ્વારા
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy