SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બહથ્રિપનિકાને આધારે જિનનિષમાં ઉલ્લેખ છે કે તે દેવસૂરિની કૃતિ છે. ન. ૧૨ પ્રભાત સ્મરણ કુલક નામે દેવસૂરિની કૃતિને ઉલ્લેખ જિનરત્નષમાં જૈનગ્રંથાવલીને આધારે છે. નં. ૧૩ ઉપદેશકુલકનો ઉલ્લેખ દેવસૂરિની અપભ્રંશ કૃતિ તરીકે લીંબડી ભંડારની સૂચીને આધારે જિનરાનમાં છે. નં. ૧૪ વિષે પણ ઉકત નં. ૧૩ની જેમ જ લીંબડી ભંડારની સૂચિને આધારે જિનરત્નકેપમાં દેવસૂરિની કૃતિ તરીકે ઉલ્લેખ છે. - જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસને આધારે દેવસૂરિ એ ગામના અનેક આચાર્યો હતા તેમ જણાય છે. એટલે માત્ર દેવસૂરિને નામે ચડેલા ગ્રે પ્રસ્તુત વાદી દેવસૂરિના જ છે તે નક્કી કરવા માટે તે તે ગ્રન્થનું અવગાહન કરી નિર્ણય કરવાની જરૂર છે. નં. ૩, ૪ વિષે એમ કહી શકાય કે તે વાદી દેવસૂરિની રચના હશે પણ શેષ વિષે તે તે બધા પ્રકાશિત ન હોઈ તેમનું કત્વ. તેમનું છે એવું તત્કાળ નકકી થઈ શકે તેમ નથી. તેથી અહીં એ વિષે આટલી નેંધ પર્યાપ્ત છે. . વાદી દેવસૂરિના શિષ્ય દેવસૂરિના શિષ્યો વિષે એટલું જાણી શકાય છે કે તેમના પછી તેમના પદ પર ભદ્રેશ્વર સુરિ થયા તેથી તેઓ પ્રધાન શિષ્ય હતા, એ નક્કી થાય છે. પરંતુ પ્રભાવક ચરિત્રમાં માણિકયને શિષ્યરા કહ્યા છે (૯૩) તે વિચારણીય ઠરે છે. પ્રભાવક ચરિત ઉપરથી એટલું તે જણાય છે કે માણિક્ય તેમના અગ્રેસર શિષ્યમાંના ખાસ હશે કારણ કે સંઘને વિજ્ઞપ્તિ લખવાનું કામ પણ વાદી દેવસૂરિએ માણિક્યને સંધ્યાનો ઉલ્લેખ પ્રભાવરિત (૧૧૭) માં છે. વળી, વાદ પ્રસંગે પણ માણિક્ય ઠીક ઠીક ભાગ ભજવ્યાને ઉલ્લેખ છે (૧૬૯). એક વિજયસેન નામના શિષ્યોને ઉલ્લેખ પ્રભાવક ચરિતમાં (૧૮૧) છે. આ વિજય સેનને વિષે આ. રત્નપ્રભે “દેવહૂરિફિશ માતૃળ વિકસેનસૂરીનામુ ઉપદેશમાલા પ્રશસ્તિમાં લખ્યું છે. ઉપરાંત સ્યાદ્વાદરત્નાકરના પ્રથમ પરિચ્છેદના અંતમાં સ્વયં આચાર્યો ભદ્રેશ્વર અને રત્નપ્રભ વિષે જે ઉલ્લેખ કર્યો છે તે તે બને માટે આદર ઉપજાવે છે– कि दुष्कर भवतु तत्र मम प्रवन्धे - ચત્રાતિનિઃિ સતામયુર | भद्रेश्वरः प्रवरयुक्तिसुधाप्रवाहो रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ . તેમાંના ભદ્રેશ્વર તે તેમના પછી પટ્ટધર થયા તે જ છે અને રત્નપ્રભ તે પ્રસ્તુત ગ્રન્થ રત્નાકરાવતારિકાના કર્તા છે. મદ્રિત કદચન્દ્ર પ્રકરણમાં માણિજ્ય, વિજયસેન અને અશોક એ ત્રણ શિષ્યોનાં નામ આવે છે. તેમાંના માત્ર અશકને ઉલ્લેખ પ્રભાવક ચરિતમાં નથી. * પ્રભાવક ચરિતમાં વાદી દેવસૂરિના આચાર્ય થયા પૂર્વેના સખાઓ તરીકે વિમલચન્દ્ર હરિચક, સોમચન્દ્ર, પાર્ધચન્દ્ર, શાંતિ અને અશોકચન્દ્રના નામનો ઉલ્લેખ છે. તેમાંના ૧ પૂ. ત્રિપુટી મહારાજે તેમને દેવસૂરિના ભાઈ જણાવ્યા છે. પણ દેવસૂરિ તેમના પિતાના એક પુત્ર હતા તેમ પ્રભાવક ચરિતમાં નિર્દેશ છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy