SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ वाद्यवदातत्वनिर्णयः। [ ૮. ૨૨ હ૧૦ જેમકે-બૌદ્ધ મીમાંસક પ્રત્યે “નિન્જઃ ફાડ નરવા” એ પ્રમાણે કહીને જે ઉભયવાદીને સિદ્ધ એવા અર્થ કિયાકારિત્વ રૂપ “સત્વ હેતુના અસિદ્ધતા દેષને ઉદ્ધાર-પરિહાર કરે છે તે તેમ કરીને કોઈ પણ અને સિદ્ધ કરે છે એમ ન કહેવાય, પરંતુ કેવલ સિદ્ધ પદાર્થનું જ સમર્થન કરે છે એમ કહેવાય. તેથી, તે સહૃદય વિદ્વાનોના આદરને પાત્ર થતી નથી, પરંતુ જો તે “સર્વ” હેતુમાં અનૈકાતિક દોષ વ્યભિચારની શંકા કરીને તેને ઉદ્ધાર કરે તે તે સભ્યના રસિક અંતઃકરણમાં પિતાની પ્રતિભારૂપ વેલને રેપે છે, (સ્વપ્રતિભાની છાપ એટલે પ્રભાવ પાડે છે, જેમકે, કોઈ એક ચિકિત્સક પૂર્વરૂપાદિ-એટલે કે રગની પૂર્વાવસ્થાને આધારે આગળ ઉપર ઉત્પન્ન થનાર રોગરૂપ દોષની ચિકિત્સા કરે છે, જ્યારે બીજે ચિકિત્સક ઉત્પન્ન થયેલા દોષની ચિકિત્સા કરે છે, અને કોઈક ચિકિત્સક તે જે (દેષ)ની ઉત્પત્તિ થવાની નથી અને જે ઉત્પન્ન પણ નથીએટલે કે જે રોગને અભાવ નિશ્ચિત છે તેની ચિકિત્સા કરે છે, આ રીતે એ ત્રણે ચિકિત્સકે અનુક્રમે જેમ ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે તેમ અહીં વાદમાં પણ વાદી પ્રતિવાદી તરફથી જે દોષના ઉ&ાવનની સંભાવના હોય તેને ઉદ્ધાર કરે છે. જ્યારે બીજે વાદી પ્રતિવાદીએ દીધેલ દેષને પરિહાર કરે છે અને કેઈક વાદી તે જે દોષના ઉદ્ધાવનની સંભાવના નથી અને જે દેષ ઉભાવિત નથી તેને ઉદ્ધાર કરે છે, ત્યારે આ ત્રણે વાદીઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે. કહ્યું છે કે “વાદી પિતાના પક્ષની સિદ્ધિ માટે પ્રથમ હેતુ કહે, અને જે પ્રતિભાપ્રિયાને સાથે હોય તે હેતુમાંના અસિદ્ધતાદિ દેષને પણ પરિહાર કરે.” __- ६११. द्वितीयकक्षायां तु प्रतिवादिना स्वात्मनो निर्दोषत्व सिद्धये वादिवदवदातमेव वक्तव्यम् । द्वयं च विधेयम्--परपक्षप्रतिक्षेपः, स्वपक्षसिद्धिश्च । तत्र कदाचिद् द्वयमप्येतदेकेनैव प्रयत्नेन निर्वय॑ते, यथा-नित्यः शब्दः कृतकत्वात् , इत्यादौ विरुद्धोद्भावने, परप्रहरणेनैव परप्राणव्यपरोपणात्मरक्षणप्राय चैतत् प्रौढतारूपप्रियसखीसमन्वितामेव विजयश्रियमनुषञ्जयति । असिद्धतायुद्धावने तु स्वपक्षसिद्धये साधनान्तरमनित्यः शब्दः सत्त्वादित्युपाददानः केवलामेव तामवलम्बते । तदप्यनुपाददानस्त्वसिद्धतायुद्भा. वनभूतं श्लाघ्यतामात्रमेव प्राप्नोति, न तु प्रियतमा विजयश्रियम् । ૭ ૧૧ બીજી કક્ષામાં પ્રતિવાદીએ પણ પિતાના પક્ષની નિર્દોષતા સિદ્ધ કરવાને વાદીની જેમ જેટલું શુદ્ધ-નિર્દોષ હોય તેટલું જ બોલવું જોઈએ. અને પરપક્ષને પરિહાર તથા સ્વપક્ષની સિદ્ધિ એ બન્ને કાર્યો કરવા જોઈએ, તેમાં કોઈ વાર ઉક્ત અને કાર્યો એક જ પ્રયત્નથી પણ થઈ જાય છે, જેમકે-શબ્દ નિત્ય છે, કૃતક હોવાથી આ અનુમાનના હેતુને વિષે જ્યારે તે વિરુદ્ધ છે એમ કહેવામાં આવે છે ત્યારે શત્રુને મારવાથી શત્રનું મૃત્યુ અને પિતાની રક્ષા જેમ એક જ પ્રયત્નથી સિદ્ધ થાય છે તેમ અહીં પણ વિરુદ્ધ દોષ બતાવવાથી
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy