SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ __ नैयायिकसंमतात्मव्यापकत्वनिरासः । ... [७. ५६ $૧૨ સૂત્રમાં ગ્રહણ કરેલ “સ્વદેહ પરિણામ એ વિશેષણથી તૈયાયિકાદીઓએ માનેલ આત્માના સર્વગતત્વ (વિભૂત્વ-સર્વમૂત્ત દ્રવ્ય સંગિત્વ)ને " નિવેધ થાય છે; કારણ કે, આત્મા (જીવ)ને સર્વગત વિભુ) માનવામાં આવે તે જીવતવના પ્રભેદની વ્યવસ્થા ઘટી શકશે નહિ, કારણ કે સર્વવ્યાપી એક જ ! આત્મામાં અનેક આત્માના કાર્યોની સંકલના થઈ શકે છે, કારણ કે યુગપ૬ અનેક મનને આત્મા સાથે સંબંધ થવે તે જ તે અનેક આત્માનાં કાર્યો છે. અને એ અનેક મનને સંગ એક જ (વિભ) આત્મામાં-એક જ આકાશમાં અનેક ઘટાદના સંગની જેમ જ-ઘટી શકે છે. આ જ ન્યાયે એક જ (વિભુ) .. આત્મામાં યુગપત અનેક શરીર અને ઇન્દ્રિયેના સંયોગનું પણ સમર્થન થયું એમ સમજી લેવું. યાયિકાદિ-એક જ આત્મામાં યુગપ૬ અનેક શરીર માનવામાં આવતાં આત્મામાં સમવાય સંબધંથી સુખદુઃખાદિની ઉત્પત્તિ ઘટી શકશે નહિ, કારણ કે તેમાં વિરોધ છે. * જૈન-તેમ કહેવું ગ્ય નથી, કારણ કે તે તે આકાશ સાથે સંયુક્ત યુગપદ્ અનેક ભેર્યાદિ વસ્તુઓમાં આકાશમાં સમવાય સંબંધથી ઉત્પન્ન થનાર વિતતાદિ શબ્દોની ઉત્પત્તિની પણ ઉપપત્તિ થશે નહિ, કારણ કે અહીં પણ વિરોધ સમાનરૂપે જ છે. નૈયાયિકાદિ-શબ્દોના કારણના તથા પ્રકારના ભેદથી વિતતાદિ શબ્દોની ઉત્પત્તિમાં કશો જ વિરોધ નહિ આવે (અર્થાત્ ઉપપત્તિ-સિદ્ધિ થશે.) : જેન- તે એ જ ન્યાયે સુખાદિના કારણના ભેદથી એક જ આત્મા વિશે સુખાદિમાં પણ વિરોધ નહિ આવે. કારણ કે આકાશ અને આત્મા અને સર્વ :ગતરૂપે સમાન જ છે. નિયાયિકાદિ--સુખદુઃખાદિરૂપ વિરુદ્ધ ધર્મોને આશ્રય બનવાથી આત્મામાં નાન વ (અનેકત્વ) આવશે. જન--તે એ જ ન્યાયે વિતતાદિ શબ્દરૂપ વિરુદ્ધ ધર્મને આશ્રય હોવાથી આકાશમાં પણ નાનાત્વ (અનેકવ) માનવું જોઈએ. | નિયાયિકાદિ-.પ્રદેશના ભેદને આકાશમાં ઉપચાર છે, તેથી નાના દેવા નથી. જેન–તે એ જ રીતે આત્મામાં પણ દોષ નથી. અર્થાત જન્મ, મરણ અને ઈન્દ્રિયાદિને પ્રતિનિયમ–એટલે કે જન્મદિને સંબંધ તે તે આત્માનું બહુ સિદ્ધ કરી શકશે નહિ, કારણ કે એક જ આત્મા માનીને પણ જન્મદિને પ્રતિ નિયમ સિદ્ધ કરી શકાય છે, જેમ કે આકાશ છતાં ઘટાકાશાદિની ઉત્પત્તિ અને વિનાશ વિગેરેની વ્યવસ્થા છે. ઘટાકાશની ઉત્પત્તિ હોય ત્યારે માત્ર ઘટાકારીના ઉત્પત્તિ જ હોય એવું નથી પણ તે વખતે વિનાશ પણ જોવાય છે. તેવી જ રીતે ઘટાકાશનો વિનાશ હોય ત્યારે માત્ર વિનાશ જ છે એવું પણ નથી પરતુ ' ' ઉત્પત્તિ પણ જોવાય છે તેવી જ રીતે ઘટાકાશની સ્થિતિમાં માત્ર સ્થિતિ જ હોય. એવું નથી પરંતુ ઉત્પત્તિ અને વિનાશ પણ તે વખતે જોવાય છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy