SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ તૂટી પડે છે, રાતના અજીર્ણથી મરતાં ભયંકર રૌદ્રધ્યાનને લીધે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે ! દીનતાએ કેટલું મેટું અંતર પાડ્યું ? પેલા ૧૪મા રાજલોકના છેડે, આ ૭મી પાતાલે! અહીં જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઈ જતાં હાથમાં આવેલ પણ ધર્મ જતો રહે છે. પછી તૃપ્તિ ધરપત ધરવાનું કયાં? અર્થ-કામની સતેજ અભિલાષા “થોડામાં ઘણું લાગે ”—એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અર્થકામને સર્વસ્વ માને છે. એમાં પછી મન સદાનું દીન-દુખિયારું રાખ્યા કરે છે. એને ખબર નથી કે “અર્થની પાછળ દોડધામ એટલે તે આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાને નિષ્ફળ પ્રયત્ન! જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આઘે ભાગે. એને બદલે જે આગળ દોડાય, તો પડછા પૂંઠે લાગશે. તેમ અર્થથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. મેટું ફેરવાશે તો અર્થ પછવાડે દેડશે. તીર્થકર ભગવંતે અર્થ-કામથી મેટું ફેરવ્યું, તે ચાલતી વખતે પગ તળે સુર્વણના સુદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તો અર્થને માથા પર ચઢાવીને નાચવું છે ! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાઓની નીચે કચડાઈ જવા દેવું છે. ભાન નથી કે આ રત્નચિંતામણિ જે માનવભવ તે જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુ બનતું જાય છે. અર્થ તે નામથી અર્થ છે પણ પરિણામે ભય કર અનર્થ નીપજાવે છે. અર્થની તૃષ્ણાભરી વિચારણા જ ખરાબ, તેમા ગમે તેટલું મળે તો ય ઓછું પડે. વાતવાતમાં ઘમંડ, ઈર્ષા, શેક,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy