SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ [પંચસૂત્ર-૪ સામે તાદશ દેખાતું હતું તે હવે મૂર્તિ સામે ન હેય, છતાં પણ અંતરથી એ શુભ ભાવ, ગુણમરણ અને જીવનનું તથા સ્વરૂપનું દર્શન કરવા માંડે. અને એના પરની ભાવનાથી અખૂટ પ્રેરણા મેળવે. મંદિરમાં દર્શન કરતાં આંખ મીંચીને આ થાય. (૫) વળી બાધક વસ્તુઓ સામે ન આવતી, ત્યાં સુધી સ્વસ્થતા રહેતી, પણ સામે આવતી તે અસ્વસ્થતા, ચિત્ત ચંચળતા શુભભાવને ભેદ વગેરે થતું. હવે તે ભાવભેદાદિ ન થાય એવી મક્કમ મને શુભ ભાવની દઢતા કેળવે, દા. ત. અમુક જડ ચીજ ન મળી તે એની લગની નહોતી લાગતી, અને ત્યાં સુધી ચારિત્રરૂપી દી ઝગમગતે હતો. પણ જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઈદ્રિ સમક્ષ આવીને ઊભા, ત્યાં દી ડગમગવા લાગે. તે એ વખતે તે એવું કરી દે કે ચારિત્રદી જરા ય ડગમગે નહિ. ઈન્દ્રિયના વિષયની રાગ–રતિ થવા જ ન દે એ માટે, (૬) પૂર્વના મહાપુરૂષના જ બૂકુમાર શાલિભદ્ર, ધન્ન સનસ્કુમાર, તીર્થંકરદેવે વગેરેના, પરાક્રમ યાદ કર્યા કે “એમણે આ દુનિયાના કેટલા બધા ઊંચા કયા કયા વૈભવ, રમણીઓ, સંગીત, ખાનપાન, શય્યા, વાહન, સેવકે વગેરે સામગ્રી અને એના ભેગવટા તરછોડયા અને વિચાર્યા પછી કેટલી કઠેર સાધનાઓ કરી ! તે મને તો શું ય મળ્યું હતું કે મળે છે ?” (૭) સાધનામાં એ મહાપુરુષોના ઉત્કૃષ્ટ આદર્શ પહોંચવાનું જ લક્ષ રાખે. તથા એ માટે વૈરાગ્યના મૂલ્યાંકન એવા દઢ કરે અને રાગની ભયંકરતા એવી વિચારી દઢ કરે કે સર્વોચ્ચ વિરાગ્ય સામે તેના પ્રતિપક્ષીનું જરા ય ન ચાલે. (૮) કદાચિત અશુભ વિચાર કષાયને ભાવ એ અંતરમાં
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy