SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ કલેશકારી હય, દા. ત. રગડોઝગડે, ખુનસવાળી શત્રુતા, કલેશભર્યા વેપાર-વહેવાર વગેરે, એને વિચાર ન કરો.અશિર્મા તાપસ ગુણસેન રાજા પ્રત્યેના ધરના વિચારમાં એને ભવોભવ મારી નરકગામી બનતો ગયે. અંતે અનંત સંસાર રખડશે. જે ભવિષ્યમાં બહુ દુઃખ અનર્થકારી હોય, દા. ત. કાન વિંધવાદિ ક્રૂર ખરકર્મ, કર્માદાનના ધંધા, સાત વ્યસન વગેરે, એના વિચાર પણ ન કરવા. અભવી અંગારર્દક આચાર્ય કેલસીને જીવડા સમજી એને કચરવાના વિચારથી મરીને ઊંટ થયે. સાગરચંદ્ર શેઠ માલ–વેપાર વગેરેના રાતદિવસ વિચારમાં મરીને જિતશત્રુ રાજાને ઘડો થયા. સારાંશ, આવા સમારંભના વિચાર ન કરવા. કેમકે એથી ચિત્ત મલિન, તામસી બને છે, શુભ વિચારે માટે અશક્ત બને છે. (૨) પરને લેશ પણ પીડા કરવાનું ચિંતવવું નહિ. કેમકે પરને પીડા એ પપેપાર્જન દ્વારા પરિણામે પિતાને જ પીડારૂપ બને છે. પરપીડાને વિચાર નરકદાયી રૌદ્રધ્યાનમાં તાણી જાય છે. શ્રાવક તે જીવે પર મૈત્રીભાવ-દયાભાવથી ભરેલો કમળ દિલને હોય, એ બીજાને પીડવાનું શાને ચિંતવે ? પિતાને મારનાર દુશ્મન પર પણ ક્ષમા વરસાવાની હોય. એના પર એને સ્વપને પણ કૂરતા ક્યાંથી કુરે? પૂર્વે માતાને રાજી કરવા લેટના પણ કૂકડાને મારવાના ચિત્ત–પરિણામથી યશોધર રાજપુત્રના પૂર્વ ભયંકર દુખદ તિર્યંચ–અવતારે થયા. (૩-૪) વળી શ્રાવક, કાઈ ધાર્યું ન થયુ કે અનિષ્ટ થયું તે, મનમાં દીનતા ન ભાવે, મન નીસાસા-ગરીબડાપણું. એશિયાળાપણું વગેરે ન અનુભવે. મનમાં જરા ય ઓછું ન
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy