SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ચિત્તરૂપી ધ્યાનવાળા છે. “અધ્યયન સંગત એટલે જ્ઞાનગ, –સમ્યક્ શાસ્ત્રોની વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા –એ પાંચને આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં એ પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની જ મુખ્ય પ્રવૃત્તિ મુક્તિનો આસ્વાદ અહીં કરાવે છે. • એવા સાધુ પુરુષે વળી “વિસુભૂઝમાણુભાવા”,શાસ્ત્રવિહિત (શા ફરમાવેલા) સમિતિ-ગુતિ-સ્વાધ્યાય.-આવશ્યક વગેરે અનુષ્ઠાનથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા--જૂઠ--જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ ક્રિયાથી હૈયાના ભાવ ફુર–નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધતર બને એ સહજ છે. અહો ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચે જ અનંતકાળથી ચાલી આવતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવાથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ ભેગના પાલનરૂપ જલથી થાય. એ જે અહીં નહિ કરવામાં આવે, અર્થાત્ મલિન ભાવને નાશ અને પ્રતિપક્ષી બ્રહ્મચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવેને આત્મસાત કરવાનું અહી ન કર્યું, તે પછી બીજા કયા ભવમાં કરી શકાશે? ધન્ય છે તે નિર્ગથ ગુરુદેવને, જેમણે એ સંશોધનમાં સારું જીવન અધ્યું છે. છે એવા એ મુનિઓ “સાધુ છે. સમ્યગુદર્શન-જ્ઞાનચારિત્રતપથી માત્ર મુક્તિને સાધનારા હોવાથી સાધુ કહેવાય છે તે મારે જાવજીવ શરણ હા, આશ્રયભૂત હો. આવા મહાન આત્માઓના શરણે જનારના હૃદયનું વલણ એટલું તો જરૂર બને કે જીવનના જન્મ .
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy