SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ છે. જ્યારે આ શરણમાં સાચાં અને સચોટ રક્ષણ છે, એ સર્વ પ્રકારની આપત્તિઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, અને તે પામ્યા પછી કદી ધખાનો સંભવ નથી. તેમજ પછી ભવિષ્યમાં વારે વારે શરણાં લેવાં પડતાં નથી, કેમકે મે કરીને આત્મા તેનાથી જરૂર સંસારરેગથી મુક્ત થઈ જાય છે. (૨) તથાભવ્યત્વને પકવવાનું બીજું સાધન દુષ્કૃતગર્તાઆ ભવમાં અને પરભવમા કરેલા દુષ્કૃત્યની પશ્ચાતાપપૂર્વક ગુરુ–સાક્ષીએ નિંદા કરવી તે છે. આમા “તે દુષ્કૃત્યે જરાય કર્તવ્ય નથી, અરે ! અધમ એવા મેં એ કર્યા તે છેટું કર્યું છે! તેવી બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ” એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ કૃત્યેનું યથાસ્થિત નિવેદન, અને “અહો ! આ મેં બેટે કર્યું? તે સ્વહદયે પશ્ચાતાપપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ–આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધને તેડવામાં અપ્રતિત (સચોટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મ માં રહેલી પિતાના ઉદય વખતે નવા કર્મબંધની પરંપરા ચલાવવાની શક્તિ; એનો નાશ દુકૃતગર્તા કરે છે. (૩) ત્રીજું સાધન સુકૃતની આવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણેની અનમેદનાનું આસેવન અહીં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જે વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મૂલ્યાંકન)વાળું હોય, સાથે નિયમિત થતું હિાય, તે આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તે મન–વચન-કાયા ત્રણેની પ્રસન્નતા
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy