SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ મહાકવિ શ્રી યશેખરસુરિ-ભાગ ૨ કરતાં જન્મસ્થળ અને દિશા જાણે છે. તે દિશામાં આઠદસ પગલાં ચાલીને ઈન્દુ તીર્થકર ભગવાનની સ્તુતિ કરે છે. અને ત્યારપછી બીજા દેવેની સાથે તીર્થંકર પરમાત્માની માતા પાસે આવી બાળ તીર્થકરને લઈને મેરુશિખર ઉપર જઈ તેમને નાન કરાવે છે. અને ત્યારપછી એ બાળ તીર્થકરને માતાની ગોદમાં પાછા મૂકી જાય છે. આથી જેનેની આ ક્રિયાવિધિને “નાત્ર અથવા “નાટ્યકળશ' તરીકે ઓળખાવવામાં આવે છે. બધાં જૈનમંદિરમાં દરરોજ સવારના આ સનાત્ર કળશવિધિ કરવામાં આવે છે. તીર્થકર ચોવીસ છે. તેમાંથી કઈ પણ એક તીર્થંકરની પ્રતિમા લઈને સ્નાત્રકળશ વિધિપૂર્વક કરવામાં આવે છે. સ્નાત્રકળશના પ્રકારની રચનાઓ સંસ્કૃત, પ્રાકૃતમાં લખાયેલી છે. વર્તમાન સમયમાં, વીરવિજ્યજીકૃત ગુજરાતીમાં લખાયેલી છે તે “રાત્રપૂજા' સવિશેષ પ્રચલિત છે. અચલગચ્છમાં યતિ શ્રી ક્ષમાલાભકૃત ગુજરાતીમાં લખાયેલી સ્નાત્રપૂજા પ્રચલિત છે. કવિ શ્રી જયશેખરસૂરિએ સ કૃત ભાષામાં પચીસ શ્લેકપ્રમાણ શ્રી પાર્શ્વનાથ કળશ” નામની રચના કરી છે. એટલે એમાં અન્ય સામાન્ય વિગતે ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશિષ્ટ. વિગતેનો નિર્દેશ પણ સ્વાભાવિક રીતે થયેલ છે. આ કૃતિને આરંભ. કવિ નીચે પ્રમાણે કરે છે? भो भो भविकलोका भाग्यालोकादिह देव । समनि समुदिता निरंजन जिनपूजन प्रमुदिताः ॥ निवार्य सकल कलकमलमविकल प्रभाव भवनस्य । શ્રી પાર્શ્વનાથ પ્રભુત નમામિ “ઢ” i ? | [ હે ભવિકલેકે ! ભાગ્યના પ્રકાશથી જ આ દેવમંદિરમાં એકઠા થયેલા, નિરંજન એવા જિનેશ્વરદેવના પૂજનથી આનંદિત. થયેલા, સકલ કલંકમલનું નિવારણ કરીને અને સંપૂર્ણ પ્રભાવના આશ્રયરૂપ એવા શ્રી પાર્શ્વનાથનાં જન્માભિષેક કળશને સાંભળો.]
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy