SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી સંગ્રહ ૩૨૫ સુગુરુ સાથિય વિણ ઘણું ભમિયા, વિષમ વાટ કિહાંઈ ન વિસમિયા, વસઈ જે જિનમંદિરિ સીયલઈ, બિહુ પરે તીહ તાપુ સહી લઈ. ૮ સકલ જાણુઈ તૂ ગુણ કેવલી, કિમ અહાસિવ બલઈ તે વલી, ઈણિ પરિઈ જગદીશ્વરુ ધ્યાય, સ્તવન નઈ મસિ ઉલગ લાઈઈ. ૯ ઈતિ શ્રી જયશેખરસૂક્િતા શ્રી આદિનાથ વિનતી. વિવરણ આબુ પર્વત ઉપર વિમલમંત્રીઓ અને વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં સુપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાં છે. એ તીર્થયાત્રાના પ્રસંગે તીર્થને મહિમા વર્ણવતાં અને પિતાની અનુભૂતિ વ્યક્ત કરતાં કવિ કહે છેઃ કયારે આબુ પર્વત ઉપર જઈશું અને ઋષભદેવ તથા નેમિનાથ ભગવાનના ગુણેને ગાઈશું? નિમલ ભાવેની સાથે સ્વામીને નમસ્કાર કરીશું. પુણ્યને વિસ્તાર કરવા અને ત્યાં આવીશું. અર્થાત, ગુણવાને જે પુણ્ય મેળવે છે તે મેળવવા અમે આવીશું. બકુલની વેલડીઓ, ચંપક અને માલતી વગેરે વનસ્પતિ મામ છે અને કલ્પવૃક્ષની તુલનાને ધારણ કરે છે. અને જિનેશ્વર જાણે સાક્ષાત બિરાજમાન છે. સુવર્ણ કાંતિવાળા શ્રી ઋષભજિન શોભી રહ્યા છે. ત્રણ ગુણથી પ્રભુ મનોહર શોભાયુક્ત હતા. વાદળા સમાન જામલી રંગના નેમનાથ પ્રભુ શોભે છે. તેઓ ભવિકજનરૂપી મેરની આશાને પૂર્ણ કરનારા છે. શ્રી ઋષભદેવ બળદના લાંછનથી શોભે છે, જાણે ભવરૂપી દવમાં ફસાયેલા છને તારશે. બીજા શ્રી શામળાપ્રભુ શ્રી નેમિનાથ રળિયામણુ શંખના લંછનને ધારણ કરે છે, જાણે સોહામણા શિવમાર્ગે જવા માટે દવનિ કરે છે. શ્રી ઋષભદેવ પ્રભુએ રાજ્યકળાની ધુરા સ્વીકારી હતી. જયારે શ્રી નેમિનાથ પ્રભુ તે પ્રથમથી જ રાજ્યને ત્યાગ કરી, સંયમ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy