SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતીસંગ્રહ ૩ર૩ લીલાવિલાસ કે કલા કાંઈ હું કરી શકતું નથી, કારણ કે મારી પાસે તે કાંઈ નથી. હે ભવભંજન ! આપ મારા પ્રત્યે કૃપાદષ્ટિ રાખે જેથી હું ભવભ્રમણને જીતી શકું. હે પ્રભુ ! તમે ભાવિકજનના ચિત્તને ચેરી રહ્યા છે, જેથી જગતમાં તમારા સમાન અન્ય કેઈ ચાર નથી. પણ એ બિચારા મારા ચિત્તને તમે કેવી રીતે ચેરશે? કારણ કે મારું ચિત્ત તે અત્યારે ગિરનાર ચઢવામાં જ લાગેલું છે. એક તે રળિયામણે સુંદર પર્વત છે અને બીજી બાજુ આપ સોહામણું છે. અમૃતમય આપનાં નેત્રને જોઈને ભવસંબંધી બધા સંકટને દૂર કરી દઈએ. એ ગિરિ ઉપર કિનર અને કિનારીઓ આનંદમગ્ન થાય છે. રિસહ (ઋષભ) વરમાં સુરસુંદરીએ રાસ રમે છે. દેવતાઓ નિત્ય ભાવના અને નાટક કરે છે અને પરમેશ્વર નેમિનાથના ગુને રતવે છે. નંદનવનનાં ચંદ્યાનમાં પણ મારું મન આનંદ પામતું નથી. મને હર સુખને પણ મારું મન સંભારતું નથી. તમે આ રીતે મારા મનને કેમ મોહિત કર્યું છે? કે જેથી મારું મન હમેશાં આપની પાસે જ રહેવા લાગ્યું છે. બીજે તે જતું નથી નિત્ય જિનેટવરનાં ચરણોમાં વસવાથી મદનરૂપી મલ્લને પણ મને ભય ક્યાંથી ? વળી વિષયરૂપી વૈરીએ પણ પાસે આવતાં કેમળ બની જાય છે અને નમે છે. હે શિવાદેવીને નંદન નેમિનાથ પ્રભુ ! રાજિમતીના સ્વામી વિશ્વનાથ! આપની પાસે હું ખાવાનું પણ કાંઈ માંગતા નથી અને અત્યારે સિદ્ધિવાસને પણ માંગતા નથી. હે દેવ ! મને નિત્ય આપનાં ચરણેની પાસે વાસ આપજે એટલું અત્યારે માંગું છું.” આ વિનતી કવિ એજાણે ગિરનાર પર્વત પર ચડતાં ચડતાં
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy