SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતીસગ્રહ ૨૫ તેટલો જ કાળ ચક્રવતી પણામાં અને એટલે જ કાળ આપના સુંદર ચારિત્રપણામાં પસાર થશે. બાલ્યાવસ્થામાં આપે ઘણી ભૂમિ ઉપર ભમીને ભોગેને ભગવ્યા; રાજ્યકાલમાં કૌતુકથી રમણ કર્યું, ચકવતી કાલમાં ત્રિભુવનમાં પૂજિત થયા અને હે સ્વામી! પચીસ હજાર વર્ષ સુધી આપ મોક્ષમાર્ગમાં રહ્યા. ચાસઠ હજાર રમણીઓને વિલાસ, આનંદ પમાડે તેવા હાથી, ડાનાં નવાં નવાં નિવાસે ઇત્યાદિને આપે એક જ કારણ માટે, એક જ વખતમાં ત્યાગ કરી દીધા. સવ વસ્તુઓમાં સારભૂત એક માત્ર સિદ્ધિ ગતિ જ છે એ આપને સ્પષ્ટ સમજાઈ ગયું. જેમ ઘણાં પાંદડાંઓથી યુક્ત ઘટાદાર વૃક્ષ પથિકને થાક દૂર કરે છે તેમ છે શાંતિનાથ પ્રભુ ! ભૂ, હાથી, કેસરીસિંહ અને વાઘથી યુક્ત પર્વત ઉપર વિચરનારા આપ સેંકડે હુને નાશ કરે છે. જેમ સરોવર શજહ સોથી શોભે છે, જેમ રાજ રત્નના સુગટથી લે છે, જેમ સુખ નયનથી શોભે છે, જેમ આકાશ ચતુથી શોભે છે, તેમ છે જિનેન્દ્ર! આપના વડે ત્રિભુવન શોભે છે. મેર જેમ જલધરને યાદ કરે છે, હેમન્તની રાત્રિમાં ઠંડીથી થરથરતા લોકો સૂર્યોદયને યાદ કરે છે, જેમ ભમરાઓ માલતી પુષ્પને યાદ કરે છે, જેમ માતા પુત્રને યાદ કરે છે, તેમ હે નાથ ! મારું ચિત્ત આપનાં દર્શનને સંભારે છે. પ્રણત ભક્તજનરૂપી સારસ પક્ષી માટે સરોવરરૂપ એવા હે શાંતિનાથ પ્રભુ! મારી આ વિનતીને સાંભળો હે સ્વામી ! હું આપની ચરણની સેવા પ્રાપ્ત કરીને અત્યંત સુખને પ્રાપ્ત કરું છું.” શ્રી શાંતિનાથ તીર્થકર માટેની આ લઘુ રચનામાં કવિએ એમના જીવનની સ્કૂલ માહિતી વણી લેવા સાથે એમને મહિમા
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy