SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ રમણને વરી શકું અને સિદ્ધશિલા ઉપર સ્થિરવાસ કરી શકું. આપના અમૃતમય સુખને જોઈને મનુષ્યભવના ફળને અર્થાત્ મેક્ષગતિને હું પ્રાપ્ત કરીશ. છે ઉદાવસહીમાં રહેનારા પાર્શ્વપ્રભુ! ગુણેના નિવાસરૂપ એવા આપના ચરણેને પૂછને આપની ચિત્તરૂપી રંગશાળામાં સંપત્તિ પ્રાપ્ત કરીશ. જગતમાં જે એકાગ્રચિત્તથી આપની પ્રજાને આકરે છે તેના અત્યંત બળવાન વિકારે પણ જાય છે. આ શામળા પાર્શ્વનાથની સકળ પ્રસિદ્ધિ ઈચ્છિત સિદ્ધિને આપે છે. ઉઠાવસહી પાર્શ્વનાથ ભગવાન વિશેના આ ફતવનમાં કવિ ભગવાન પાસે એક જ વચનની માગણી કરે છે અને તે કેવળજ્ઞાન માટેની ચાર પ્રકારની ગતિમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે અને મનુષ્યજન્મનું અંતિમ અને સર્વોત્તમ ફળ તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવાનું છે. કવિ પાર્શ્વ પ્રભુની માહારી મૂર્તિની પૂજન-અર્ચન દ્વારા થતી ભક્તિને ઉલેખ કરી એના પ્રતાપે પિતાની મતિમાં રહેલી સાંસારિક વાસનાઓનો નાશ થાય અને શુદ્ધ આત્મરમણતા રહે એવી આશા અને ભાવના સેવે છે. પ્રાસાનુપ્રાસયુક્ત, લયબદ્ધ અને પ્રભુભક્તિનો મહિમા વર્ણવતી આત્મનિવેદનરૂપ આ કૃતિમાં કવિએ પ્રત્યેક ચરણમાં ચમકની રચના ઘણુંખરું એને એ શબ્દ કે એના એ અક્ષરે પ્રજી કરી છે. પાસની–પાસની,ચિત્તરંગિઈ–તે તુરગિઈ,નિવાસ–સંનિવાસ, ભાજઈ– પ્રભાજઈ, લસઈ–ઉ૯લસઈ વગેરે પ્રાસસંકલનામાં કયાંક કયાંક કલેષાલંકારની રચના પણ કવિએ સરસ કરી છે. ૮) શ્રી તારણગિરિરાજમંડન શ્રી અજિતનાથ વિનતી મરિ મને રથ એહ સદા વસઈ, ઈસુ ભાડુ હિયઈ નિતુ તુહસઈ કિમઈ તારણિ ડુંગરિ બાઈ, અજિતદેવ પગે સિરુ લાયઈ. ૧
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy