________________
-૨૨૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ [ભાસ] રાજલવિય ભયજુયલે, નલિશુનાણુ સુકમા
અરુણ સુરેહઈ પાણિત, નાઈ અશક પ્રવાલુ ર૯ તિવલિય સુલલિલ ઉપરદેશું, પુણ નહિ સહિય, દેખિય વિકલુ નિયબિંબુ, શિકવણિમ ધૂણિઉ. કરિવર શું કાદંડ સરિસ, ઊર્ય સચ્છાયા; કમલ સુકેમલ સરસ તરલ, અંગુલિ જસુ પાયા. ૩૦
નેમિનાથ પરણવા જાય છે તે પ્રસંગે એમના વરઘોડાનું 'ચિત્ર પણ કવિએ ઉચિત દોર્યું છે. એ પ્રસંગે કવિએ લખ્યું છે: [ભાસ] ઊતારઈ વર હિનડિય સાવ સલુણિય લૂણું
ગેલિહિ ગાયઈ ગોરડિય, મંગલ દેસવિણ. ૩૩
આમ, લગ્નપ્રસંગે બહેન વરરાજાની લુણ ઉતારે એ જાતનું 'નિરૂપણ નેમિનાથના સમયનું હેવા કરતાં કવિના સમયની તત્કાલીન લગ્નવિધિમાંથી લેવાયું હોય એવું વિશેષ જણાય છે.
નેમિનાથ પિતાના લગ્નના નિમિત્તે માંસાહારી ભેજન માટે વાડામાં પૂરવામાં આવેલા પશુઓને જોઈને લગ્ન કર્યા વગર જ પાછા ફરી જાય છે. શૃંગારરસિક કાવ્યનું, શીતરસમાં પર્યવસાન કરવા માટે આ ઘટના ઉપકારક બને છે, જે કવિને પણ અભીષ્ટ છે. આ પ્રસંગે કવિ ધર્મોપદેશના તત્વને માટે તક ઝડપી લે છે. જીવદયા અને અહિંસા મોક્ષમાર્ગ પર આરૂઢ થવા માટે કેવાં ઉપકારક છે તે છેડીક પંક્તિઓમાં સચોટ રીતે કવિ દર્શાવે છે. જુઓ :
હા ! હા! નિયજિય કજિ જીવ,જિય સાહસ વિણાસઈ; સુરતરુ સરસુ વિરુદ્ધ ધમ્મ, વિસર્યાધ ન પાસઈ યુવતી સેવન દેહ ગેહુ, પરિવાર અસાર કીજ તિમ તીહ કાજિ, અવર છવહ સંહાર. ૪૩