SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ સુમતિ નામની વિવેકની ઘણી છે. માટે પુત્ર વેરાગ્ય છે. સંવર અને શમરસ બે નાના પુત્રો છે. સુવિચાર નામને બાલમિત્ર છે. અત્યંત રૂપવાન મૈત્રી, કરુણા, મુદિતા નામની પુત્રીઓ છે. સમકિત નામ મહેતાજી છે. ઉપશમ, વિનય, સરલ અને સંતોષ એ ચાર મહાધર છે. નગરીમાં શુભધ્યાનરૂપી ગુપ્તચર કરે છે. વિવેક રાજાએ ગુરુના ઉપદેશરૂપી છત્ર ધારણ કર્યું છે. રાજ્યમાં શીલરૂપી હાથી ખૂલે છે. સામાયિક નામનો સારથિ છે. કર્મવિવર નામને પ્રતિહાર છે. આગના અર્થરૂપી ભંડાર છે. ક્રિયાકલાપરૂપી કેકાર છે. સાત તત્વરૂપી રાજયનાં સાત અંગ છે. આચાર્યના છત્રીસ ગુણરૂપી ડાચુદ્ધ છે. સારા પુરુષની સગતિ નામની પર્વદા છે. સત્યરૂપી સિંહાસન છે. બાર ભાવનાઓરૂપી નૃત્ય કરનારનાં પાત્ર છે. આ પ્રમાણે વિવેકરાજાની રાજ્યઋદ્ધિ છે. વિવેકરાજા સભામાં બેઠેલા છે ત્યાં તેમણે મને જે. તેથી મંત્રીને માલાવી તેની સાથે મહારાજાને જીતવા માટે ચર્ચા કરે છે. મંત્રીએ કહ્યું, “એ માટે કેઈ ઉપાય શોધ જોઈએ. એ માટે ગુરુ જોશીને તેડાવીએ.” ગુરુજેશી વિવેક રાજા પાસે આવે છે અને આ પ્રમાણે કહે છે : સુહત તેડિક ગુરુ જેઈસી, વાત કહી તિણિ જેઈ ઈસી અહ મતિ મૂકઉ હિયડઈ ધરી, નહિ જાણુઉ તાં પ્રવચનપુરી, ૧૭૯ રાજ કરઈ છઈ રાઉ અરિહંત, દ(ઉ) પરેશ તેહનઉ સામત, શ્રદ્ધા નર્મિ તારુ વ ઘરણિ, દીપઈ દેહિ સુગુણ આભારણિ. ૧૮૦ તિણિ જાઈ છઈ જે દીકિરી, નામુ પણ સંયમસિરી, તે જઈ રાહ પરણે વાલહઈ, વયવી વસતિ લીલાં દહઈ. ૧૮૧. અરિહંત રાજાનો સદુપદેશ નામને સામંત છે. તેની શ્રદ્ધા નામની પત્ની છે. તેને સંયમશ્રી નામની પુત્રી છે. “તેની સાથે જે વિવેકકુમાર પરણે તે વૌરીના વંશને નાશ થઈ શકે.' એમ કહીને
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy