SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 'ત્રિભુવનદીપક પ્રબંધ ૧૯૫ મિહના બીજા સેવકે પાછા જાય છે અને મેહને સમાચાર આપે છે. દંભને ન જોતાં માહરાજ સેવકને પૂછે છે કે દંભ ક્યાં છે? ત્યારે ત્યાં બનેલી હકીકત સેવકે મોહને કહે છે. દંભની રાહ જોતાં જ દંભ સભામાં પહોંચે છે ત્યારે માહરાજા મથી પીઠ ઉપર હાથ ફેરવીને સર્વ સમાચાર પૂછે છે. દંભ વિવિધ ગુપ્ત વેષ પહેરીને પુણ્યરગ-પાટણ નગરમાં ગયા હતું. તે ત્યાંનું વૃત્તાંત મોહને જણાવે છે. દંભ પુણ્યરંગ પાટણનું વર્ણન કરે છે. કવિ લખે છે : “કિઈ સંતરિ કિરી, નિષિક નયર અસેસ ચારુ અધિપતિ તઉ તિહા, કુણિહિ ન કિસિ કલેસ. ૧૫૩ ગ્રાહક સરિસઉ વુહરતાં, તિણિ પુરિ લાભ અસંખ આપે ઉડદહ બાકુલે, લબ્બઈ કચણુ લફખ. ૧૫૫ નારીનઉ કરલિઈ પુરુષ, ઈણિ તુમ્હારઈ વાસિક કેઈ કાંઈ માગઈ નહીં, સ્વામી તિહાં સુખવાસિ” ૧૫૭ 'પુણ્યરંગ નગરમા બ્રહ્નચર્યરૂપી સરોવર છે અને તેની નવવાડ રૂપી નવ પાલિ છે. સંયમરૂપી વન અતિ રળિયામણું છે. જયણા નામની પાદર દેવતા છે. સુકૃત નામને મહાગઢ છે. ઘરે ઘરે શ્રતરસના કુવા છે સમતારૂપી શેરી છે. ત્યાં અમારિની ઉદ્દષણ થાય છે સ્વામીભક્તિ થાય છે સદગુરૂઓ આગમ વાંચે છે. જિનાલયમાં મહોત્સવ થાય છે. વળી વિવેકના પરિવારનું વર્ણન કરતાં દંભ કહે છે: રાણી સુમતિ પર અનુરાગુ, જેઠઉ બેટલ તસુ વપરાશ સંવર સમરસ લહુય કુમાર, બાલમિત્રુ પણ સુવિચાર. ૧૨૯ મૈત્રી કરુણ મુદિત ઉપેખ, બેટી બgય રૂપની રે, સુતા સુહવડિ સમકિતુ લેખિ, પુરુષકાર તો દલવઈ દેખિ ૧૦૦
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy