SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યાદિ પર દૂધનું દહીં થાય છે, પણ ગોરસ રૂપે કાયમ રહે છે, દૂધ રૂપે નાશ, દહીં રૂપે ઉત્પત્તિ અને ગોરસ રૂપે -અવસ્થિતિ. એ રીતે દરેક પદાર્થો મૂળ કાયમ રહે છે, પરંતુ તેમાં અનેકાનેક પરિવર્તન થયા કરે છે. પૂર્વપરિણામને નાશ અને નવીન પરિણામની ઉત્પત્તિ વારંવાર થવા છતાં મૂળ વસ્તુ નાશ પામતી નથી. એ મૂળ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે અને તેના પરિવર્તનને પર્યાય કહેવામાં આવે છે. વસ્તુ માત્ર દ્રવ્યપર્યાય ઉભયાત્મક છે, એમ માનવું તે સ્યાદ્વાદ-દર્શનનું બીજ છે. દરેક દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં અર્થથી સ્યાદ્વાદની અપ્રતિહત આજ્ઞાને સ્વીકારે જ છે. જેમકે – સાંખ્યમતવાળા સત્વ, રજ, અને તમસ-એ ત્રણ -પરસ્પર વિરુદ્ધ ધર્મોને પણ એક જ પ્રકૃતિમાં રહેલા માને છે. નૈયાયિક અને મૈશેષિકે એક જ પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને ઘટપટાદિ સ્કંધ રૂપે અનિત્ય માને છે. દ્રવ્યત્વ–પૃથ્વીત્વ વગેરે ધર્મોને સામાન્ય રૂપે સ્વીકારે છે, તેમ ગુણક્રિયાદિથી તથા જલ–અગ્નિ-વાયુ વગેરેથી ભિન્ન -હેવાથી વિશેષ રૂપે પણ સ્વીકારે છે. બૌદ્ધો અનેક વર્ણવાળા ચિત્રજ્ઞાનને એક જ જ્ઞાન તરીકે સ્વીકારે છે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy