SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ધર્મ-શ્રદ્ધા તે બધી વસ્તુઓની બારીકમાં બારીક માહિતીઓ શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, તે તેને જણાવનાર અતીન્દ્રિય જ્ઞાનીનું અસ્તિત્વ પણ સ્વીકારવું જ પડે. સર્વને નિષેધ ન થાય આ દેશ અને આ કાળમાં કોઈ તે અતીન્દ્રિય જ્ઞાની નથી, એ કથન જ અન્ય દેશ અને અન્ય કાળમાં તેની. હયાતીને પૂરવાર કરે છે. સર્વ દેશ અને સર્વકાળમાં કઈ પણ સર્વજ્ઞ-અતીન્દ્રિય જ્ઞાની થયેલ નથી, એમ અસર્વજ્ઞ શી રીતે. કહી શકે? અને કહે તે પણ તેનું તે વચન પ્રામાણિક પરિષદમાં માન્ય પણ કેવી રીતે થઈ શકે? સર્વદેશ અને સવકાળનું જેને જ્ઞાન નથી, તે સર્વ દેશ અને સર્વકાળમાં એક વસ્તુ નથી—એમ કેવી રીતે કહી શકે? વિસંવાદી વચનના અનુમાનથી અમુક પુરુષ સર્વજ્ઞ નથી, એમ કહી શકાય પણ કઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ નથી એમ અસર્વજ્ઞથી શી રીતે કહી શકાય ? તેમાં પણ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અવિરૂદ્ધ એવાં અવિસંવાદી વચનથી ભરેલાં સેંકડે શાસ્ત્રો સર્વિસના અસ્તિત્વને સિદ્ધ કરનાર વિદ્યમાન હોય, તેવા વખતે તે સર્વાને નિષેધ કેઈ પણ પ્રામાણિક પુરુષથી ન જ થઈ શકે. દેશ ક્ષય થાય તે સર્વ ક્ષય થાય જૈનશાસ્ત્રો કહે છે કે અનાદિકાળથી મલિન આત્મા પણ ક્રમશ જ્ઞાન, તપ અને દયાદિના અભ્યાસથી નિર્મળતાને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy