SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વારસો ૨૧૧ જ સારો વિચારશીલ માને છે કે જે આત્માના પણ વિચારે - જેમ ખાવા પીવાને વિચાર કરે પણ કમાવાને વિચાર ન કરે તે વ્યવહારમાં ગતાગમ વિનાને કહેવાય છે, તેમ દુનિયાદારીના વિચારો કરે પણ આત્માને વિચાર ન કરે તે તે પણ શાસકારોની દષ્ટિએ ગતાગમ વિનાને કહેવાય છે. શાસ્ત્રકારોની દષ્ટિએ સાચે દૃષ્ટિવાદી કે સાચા વિચારક તે જ છે કે જે થઈ ગયેલા અનતા ભવે, વર્તમાન ભવ, ભવિષ્યના ભવે, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજેરા, મોક્ષ આદિ સંબંધી વિચાર નિરંતર કરે છે. કેવળ વિષયેના વિચારથી ભરેલું મનુષ્યપણું, એ મનુષ્યપણું નથી પણ જાનવરપણું છે. કિમતની અપેક્ષાએ એવું મનુષ્યજીવન જડ જીવન કસ્તાં પણ હલકું છે. પથ્થર જેવું જડ જીવન, લે તે કેઈના ઉપગમાં આવનારું ન હોય છતાં તે જીવન કેઈને દુઃખ પણ આપતું નથી. જ્યારે વિષચેના વિચારવાળું મનુષ્ય જીવન બીજાને પીડાકારી નિવડે છે. તેવું જીવન જીવનારને શાસ્ત્રકારે વિચારશીલ કે સંજ્ઞી કેવી રીતે માને ? સંજ્ઞા ત્રણ પ્રકારની છે. તેમાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા તે છે કે જેમાં સ્પશદિક વિષયમાં ઈષ્ટનિષ્ટની પ્રાપ્તિ અને પરિહાર માટે કે આ ભવને અંગે જ ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં થતી ઈષ્ટાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે જ માત્ર દષ્ટિ રખાતી ન હોય પરંતુ આત્માના સમ્યગદર્શનાદિ
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy