SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પાર પડવાથી તમારા તથા પૂર્ણચંદ્રનાં માતા પિતાને અત્યંત હર્ષ ઉત્પન્ન થયેલ છે. તેમ તમે અને પૂર્ણચદ્ર પણ અયુત્સાહિત થયેલાં દેખાઓ છે. એ પ્રમાણે સખિએ સર્વે વાત કહી હવે જે પ્રમાણે તે સખીએ હકીકત પુષ્પસુંદરીને કહી, તેજ પ્રમાણે પૂર્ણચંદ્રના મિત્રે પુછપસુંદરીથી મોહિત થઈ દુષિત થયેલા તે પૂર્ણ ચંદ્રને સર્વ હકીકત કહી સંભળાવી. તેથી બને જણ મનમાં મતોષ પામી સુસ્થિર થઈને પરસ્પર એક બીજાનું જ્ઞાન જેવાને તત્પર રહેતા થકા દિવસ નિર્ગમન કરવા લાગ્યાં. પછી વિશાલમામતે પ્રશસ્ત દિવસ તથા વાર જેને પિતાની બહેન પ્રિય ગુમંજરીના પુત્ર પૂર્ણચદ્ર સાથે પિતાની પુષ્પસુંદરી નામે કન્યાને વિવાહ કર્યો. સિંહસેન રાજાએ પણ ગીત, વાજિત્ર, દાન, સન્માનપૂર્વક પિતાના પુત્રના પુસુંદરી સાથે લગ્ન કર્યા તેને જોઈને આખા નગરના લેકે કહેવા લાગ્યાં કે અહીં વિવાહ ઘણે જ ઉત્તમ થશે વરવધૂનું જોડુ પણ જેવુ જોઈએ તેવું જ ઉત્તમ મલ્યું. એમ વિવાહ થયા પછી પિતાની સ્ત્રી પુષ્પસુ દરી સાથે સ્વર્ગવિમાન સમાન ઘરને વિષે રહી સુખ ભેગવતે તે પૂર્ણચન્દ્રકુમાર દિવસ નિર્ગમન કરવા લાગ્યો. એમ કરતાં એક દિવસ સભા ભરીને પૂર્ણ ચંદ્રને પિતા સિંહસેન રાજા બેઠે હિતે, તેવામાં કોઈક વનપાલકે આવી નમન કરી કહ્યું કે હે રાજન્ ' હાલમાં પુછપશાલ વનને વિષે ઘણું ગુણોથી યુક્ત, જાણે મૂર્તિમાન ધર્મજ હાય નહિં? એવા, મુનિર્વાદના ઈ સુંદર નામે સૂરીન્દ્ર પધારેલા છે. એ વચન સાંભળતાં જ હર્ષથી પ્રલિત છે રેમ કૂપ જેના એવા તે સિહસેન રાજાએ વનપાલકને વધામણમાં ઘણુક દ્રવ્ય આપ્યું. પછી પુત્ર દારાદિક સર્વને સાથે લઈને મેટા આડંબરથી ગુરુ પાસે જઈને યથાવિધિ પ્રણામ કરી હÈ કરી તે ગુરુની દેશના સાભળવા માટે ગુરુની સમીપમાં બેઠે ગુરુજીએ પણ તેમની ગ્યતાને જાણે દેશના દેવાને આરંભ કર્યો છે ભવ્યજનો ! જન્મ, જરા, મૃત્યુ, તેના ભયથી વ્યાપ્ત અને દુર્ગતિથી કરી ભયકર એવા આ સંસારને વિષે અનંતકાલ પર્યત સ્વકૃત પાપથી તમે મહા દુઃખને પ્રાપ્ત થાઓ છે, તે પણ હજી સુધી તેમને કઈ વિરાગ્ય જ થતો નથી. અને ધર્મને વિષે નિરુદ્યમી થયા કાજ રહે છે. માટે મહેનત લઈને પણ તમે આ ઉત્તમ આહધર્મને વિશે ઉદ્યોગી થાએ બીજા સર્વ કાર્યમાં પ્રસાદ કરે છે તે ઠીક, પણ ધર્મમાં પ્રમાદ કરે, તે ઉચિત નહિ. કારણ કે પ્રમાદસમાન જમા કઈ શત્રુ નથી એક મા, બીજે વિષય, ત્રીજો કષાય, એથી નિદ્રા, અને પાચમી વિકથા કહેલી છે, તે પાચ પ્રમાદે, જીવને સંસારમાં પાડી નાખે છે અને તે ભવ્યજ ! ધર્મસમાન આ જગમા બીજે કઈ મિત્ર નથી ધર્મ જે છે, તે ઉત્તમ એવા મંગલને, તથા તે ધર્મ નરવ, સુરત્વ, શ્રી, ભુકિત, અને મુક્તિ, તેને દેવાવાલે છે, વળી ધર્મ જે છે, તે સગા મનુષ્યની જેમ સ્નેહને આપે છે તથા કલ્પદ્રુમની જેમ વાછિત ફલને પણ આપે છે. વલી તે ધર્મ, સદ્ગુણના સગમને વિષે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy