________________
દેવલોકમાં દેવતા થયા હતા, તે ત્યાંથી થવી, સિંહસેન રાજાની પ્રિયંગુમંજરીના ગર્ભને વિષે પુત્રપણાએ કરી ઉત્પન્ન થશે, જ્યારે તે ગર્ભ રહ્યો, ત્યારે તે પ્રિય ગુજરીએ સ્વપ્નામાં પૂર્ણચંદ્રને દીઠે, કે તરત તે જાગી ગઈ, અને તેમના સ્વામી પાસે આવી તે સ્વપ્નની વાત કહી. તે સાંભળી સિંહસેન રાજાએ કહ્યું કે હે પ્રિયે! તમેને પૂર્ણચંદ્રમા સમાન ઉત્તમ પુત્ર ઉત્પન્ન થશે તે સાંભળીને રાણી હર્ષાયમાન થઈ પછી રાણીએ તે ગર્ભનું પિષણ કરવા માંડયું પ્રશસ્ત પુણ્ય કરી તથા ઉત્તમ દેદથી યુક્ત એવા પુત્રને તે રાણીએ પ્રશંસનીય સમયને વિષે ઉત્પન્ન કર્યો ત્યારે રાજાએ ઘણું દ્રવ્ય વાપરીને પુત્રજન્મને મહોત્સવ કર્યો. કારાગૃહમાંથી કેદીઓને છોડાવ્યા અને પિતાના ઘરનું શોધન પણ કરાવ્યું, પછી બારમે દિવસે, ગર્ભ રહ્યાની વખતે સ્વપ્નમાં જોયેલા ચંદ્રના અનુસારે સકલ વજનની સમક્ષ, તે પુત્રનું “પૂર્ણચંદ્ર એવુ નામ પાડયું, અનુક્રમે તે પુત્ર ધાવમાતાથી પાલન કરેલે, તથા લાડલડાવ્યો થકે કલાઓના સમૂહથી યુક્ત, તારુણ્યપસમુદ્રને ઉદિત ચંદ્ર જે થયો. એટલે ચકને જોઈ સમુદ્ર જેમ આચ્છાદિત થાય, તેમ પૂર્ણચદ્રને જોઈ તારુણ્ય સમુદ્ર આલ્ટાદિત થશે. હવે તે ચંદ્રમા જડ છે પણ આ પૂર્ણચંદ્ર પુત્ર તો જડ નથી એટલું એ પુત્રના આશ્ચર્ય છે. વળી કલાભ્યાસને વ્યસની, પ્રશ્નોત્તરાદિક કીડાને કરનાર, લૌકિક ફીડાનો ત્યાગી. ઉત્તમ પ્રસ્તાવેથી કરી આનંદી મૃગયામ, ધૃતકથામા, તથા વારાંગનાઓના ગીત ગાન શ્રવણ કરવામાં તૃપાવાન, મધમાસાદિકના તે નામને પણ ન સહન કરનાર, સજ્જન પુરુષને સંગી, દુર્જનજનને ત્યાગી, માતા પિતાની ભક્તિ કરનાર, ચંદ્રની સમાન શીત ગુણ ચુક્ત, સૂર્યસમાન પ્રતાપી, રાજનીતિમાં વિદ્વાન, સુખબુધિને વિષે મસ, એ તે પૂર્ણ ચંદ્રકુમાર, સુખે કરી રહે છે.
હવે તે પૂર્વોક્ત દેવરથ કુમારની સ્ત્રી રત્નાવલીને જીવ, તે આનત દેવલોકમાંથી ચવીને જેમાં દેવરથ કુમારને જીવ પૂર્ણચદ્ર કુમાર નામે પ્રગટ થયો છે, તેજ નગરને વિશે પ્રિયંમંજરીના ભાઈ વિશાલા... સામતની જયા નામની સ્ત્રીના ઉદરને વિષે પુત્રી પણુઓ ઉત્પન્ન થયો. તે કન્યા જ્યારે ગર્ભમાં રહી, ત્યારે તેની માતાએ સ્વપનમાં પુરુષની માલા દીઠી હતી, તેથી તેનું નામ પુખસુ દરી એવું પાડયુ હવે અનુક્રમે તે મોટી થવા લાગી. ત્યારે કામીને કીડા કરવાને વનરુપ એવુ યૌવન પ્રાપ્ત થયુ, તે જેને જોઈને ચદ્રને પણ ઉપહાસ કરે પડે એવુ મુખ, જેને જોઈને કમલનો પરિડાસ કરવો પડે તેવા બે નેત્રો. સુવર્ણના વર્ણને પણ જીતે તે શરીરને વર્ણ અને ભમરાઓની પતિને પણ તિરસ્કાર કરી જીતે તે કેશપાસ, હસ્તીન ગડસ્થલને પણ વિશ્વમ થાય, એવા બે પાધર મહટે એ નિતખંભાગ, મનને હરણ કરે એવી મૂદુલ વાણું, એ સર્વ ઉત્તમ યુવતીજનને વિષે સ્વાવિકજ ભૂષણે છે વલી પણ કહે છે કે, ઉત્તમ યુવતી સ્ત્રી, રેષ રહિત, સરલ, લજજાયુક્ત, મદઅંગ વાલી, થિર, કલાઓમાં કુશલ, વિનીત, અને વિવેકી