SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ હંત, તે તે સર્પનું વિષ, આ માનવતાર પુરૂષે હસ્તગત મુકિ રત્નજલના સિંચનથી નાશ કર્યું અને તમને જીવતા કર્યા? તે અમે પણ પ્રથમ તમેને સર્પશ થયે તેથી તમારા જીવવાની આશા છોડી દઈને શેકાક્રાંત થઈ રુદન કરતી હતી, તેવામાં આ પરોપકારી પુષે એવી આપને જીવતા કર્યા તેનો હર્ષ થવાથી અમે હસવા લાગી છીએ. અર્થાત તમે માણશરણ થયા એવું જાણી અશ્રયુક્ત મુખવાલી થઈ હતી અને પાછાં તમે જીવતાં થયાં માટે હસિતવદન અમે થયા. આ સર્વ હકીકત સખીઓના મુખેથી સાંભળીને તે કન્યા વિસ્મય પામી. અને સરાગટકિટથી મારી સામું જોઈને કહેવા લાગી કે, હે સખી! મારી મુદ્રિકા કયાં ગઈ? તે સમયે સખીઓએ કહ્યું કે તે મુદ્રિકા આ પુણ્ય પુરુષે ગ્રહણ કરી તમેને જીવાડેલા છે એવુ વચન સાભળી તે વખત કૃતજ્ઞપણથી તથા પ્રત્યુપકારની વાંછાથી કરી લજજાથી કામરસથી કઈક એવા અનિર્વચનીય રસને અનુભવતી હતી તેવા અવસરને વિષે ચપદારના મુખથી તે બનેલું સર્વ વૃત્તાંત સાંભળીને તે કન્યાને પિતા જે ગાંધર્વ રાજા તે ત્યાં આવીને ચાકરના મુખથી મને શ્રી ધ્વજ રાજાને આ પુત્ર છે, એમ માનીને કહેવા લાગ્યો કે હે વાન્ય ! મારી પુત્રીને પ્રણ ન દેવાથી તમે અને માનનીય છે. આ પુત્રી આપવાથી પણ તમારો ઉપકાર વાળવાને હું સમર્થ નથી. માટે આ કન્યાની મુદ્રિકા લેવાથી પૂર્વે લગ્ન તે થઈ જ રહ્યું છે તથાપિ અમારા મનને આનદ દેવા માટે તમે આ કન્યાનું પાણગ્રહણ કરો. તે સમયે મેં કહ્યું છે જેમ આપ આજ્ઞા કરે છે, તે કરવું જ મને ઘટે છે. તે પછી મોટા આડંબરથી મે તે કન્યા સાથે મારે વિવાહ કર્યો અને તે કાંતા સાથે ભેગ ભેગવતા મને ઘણે કાલ વ્યતીત થયે. હાલમાં દક્ષિણ સમુદ્ર તટના ઉદ્યાનને વિષે ક્રીડા કરીને નિવૃત્ત થયેલા એવા મનથી રસ્તામાં ચાલતા મારી ફઈને પુત્ર સુમેધા નામે વિદ્યાધરે મને મલ્યો, તે મને સ્ત્રી સડિત જેના વે ત અત્યંત કોપાયમાન થ થકે કહેવા લાગ્યું કે હે દુષ્ટ ચેષ્ટ પાપિષ્ટ ! ! મારે માટે માગેલી એવી આ કન્યાને લઈને તું મારી નજરે ટકીશ ! હું જોઉ તારું બલ જે કેવુંક છે અને તેનું ફલ હું તને દેખાડું છું ! એમ કહીને સ્પર્ધાથી મારી સામે યુદ્ધ કરવા ઊભો રહ્યો. મે પણ મારા સામર્થ્યપણે યુદ્ધ કરવા માડયું પરંતુ દૈવગે કરી વ્યગ્રપણાથી વિદ્યાનું એક પદ મને વિકૃત થઈ ગયું તેથી હું ઉપરથી ધસીને તત્કાલ નીચે પડી ગયે. તેવામાં તે પાંગલાની જ જાણે 1 સ્ત્રી લઈ જાય, તેમ મારી સ્ત્રીનું હરણ કરી કાગડાની જેમ તે નાશી ગયે, એ પ્રમાણે મેં મારી વાર્તા સર્વ કહી સંભળાવી. તે પછી દયાલુ તથા પરદુ એ કરી દુઃખિત અને ઉપકાર કરવા માટે વ્યાકુલ એવા કુમારે વિચાર્યું કે મારી શક્તિ પ્રમાણે એને હું ઉપકાર કરું? એમ વિચારીને તેણે વિદ્યાધરને કહ્યું કે તમારા જેવાને ઉપકાર કર માં અમે તે શું સમર્થ થઈએ ? તે ' ણ જે તે વિદ્યાથી કલ્પ થાય, તે મારી પાસે તમે બેલે. ત્યારે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy