SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ વિદેશ જવું કબૂલ કર્યું. અને તે રસતું બિકાને તે રસનું મહત્ય કહા વિના પિતે જ્યાં ઉતર્યો હતો ત્યાં તે જીર્ણવણિકને ઘેરજ મૂકી પિતાને કુમિત્ર એવા સુમિત્ર સહિત તે નગરથી બહાર નીકળ્યા. પછી માર્ગમાં ચાલતાં ચાલતાં સુમિત્રે વિચાર્યું કે, તે જીર્ણવણિકને ઘેર મૂકેલી રતુંબ કાને મારે સ્વતંત્ર રીતે લઈ લેવી, પરંતુ આ ગુણધરને મારી નાંખ્યા વિના તે કામ બનશે નહિ ? તેમ વિચારી તે સુમિત્રે તેને મારી નાંખવાના ઉપાય શોધવા માંડયા. પરંતુ તેને ઉપાય મ નહિં. ત્યારે સુમિત્ર કહેવા લાગ્યું કે હે મિત્ર! આપણે તાપ્રલિપ્તિ નામે નગરીમાં જઈ અને સમુદ્રને પાર જઈએ, ત્યાં વેપાર કરી ઘણું જ દ્રવ્ય કમાઈએ ? કવિ કહે છે કે અહા ! જે ધૂર્ત પુરું છે, તે મુખથી મિષ્ટ અને હૃદયમાં દુષ્ટ હોય છે. અર્થાત્ તેની વાણીમાં તે ચ નથી પણ વધુ શીતલતા હોય છે અને તેનું હૃદય કાતર સમાન હોય છે, માટે ધૂત પુરુષ કેઈથી જીત્યાં જાય નહિં. હવે તે સુમિત્રનાં વચન સાંભળી ગુણધર કહે છે કે હે મિત્ર ! તમે કહો છે, તે ખરી વાત છે, પણું ધન વિના આપણે તામ્રલિપ્તિ જઈ શું કરીશું ? ત્યારે તે દુષ્ટ સુમિત્ર બે કે ત્યાં તામ્રવિસિં નગરીમાં તમારે નામે ઘણુ જ દ્રવ્ય મવશે ? એમ કહી વહાણમા બેસી બને જણ ત્યાંથી તામલિપ્તિ નગરીમાં પહોંચ્યા. તેવા સમયમાં તે નગરીને વિષે કહિ દીપથકી મોલ ભરેલા ‘ઘણું વહાણે આવ્યા હતા, ત્યારે કૌતુક જોવાને માટે તે બન્ને જણ ત્યા ગયા એવામાં લે તે ગુણધરને ઉત્તમ આકૃતિવાળે જાણીને તે વહાણના અધિપતિએાએ તેને ઘણું જ માન આપ્યું, અને કહ્યું કે હે ઉત્તમ પુરુષ ! તમે કઈ વ્યાપારી જેવા લાગે છે, માટે આ અમારે માલ તમે જ . તે સાંભળી તે સર્વ માલનું કાંઈક દ્રવ્ય ઠરાવી તે સર્વ માલ પિતેજ લીધે, અને તે વહાણના અધિપતિઓને કહ્યું કે, આ સર્વેમાલને ધણી હું છું, અને આપણે ઠરાવેલા દ્રવ્યના ધણ તમે છે, તે સર્વ વાત તે માલધણીએ કબૂલ કરી. ત્યાં તે તે તામલિપ્તી નગરીના વેપારી આવ્યા, અને આવી પૂછયું કે આ સર્વે વડાણોમાં કમાલ કે કેનો છે? ત્યારે તે સર્વ માલધણીઓએ ગુણધરને બતાવ્યો અને કહ્યું કે આ "સર્વ માલ આ પુરુષને છે તે સાભળી તેની સાથે મૂલ્ય કરી સર્વ માલ ગુણધરે પિતાના નામથી વેચી તેમાં નોણ વસૂલ કરી, પૂર્વે ઠરાવેલાં નાણું તે માંલધણીઓને આપી દીધા, 'એમ કરવાથી તે ગુણધરને એક કરોડ ટકા હાંસલના મળ્યા. તે લઈ ગુણધરે સુમિત્રને કહ્યું કે હે મિત્ર ' હજી આપણે ગામમાં તે ગયા જ નથી, અને અડી સમુદ્રના કાંઠા પર જ છીએ ત્યા તે આપણને આ સમુદે જ પ્રસન્ન થઈને એક કરોડ ટેકો આપી દીધા, અને હવે વળી આગળ જે મેલે તે ખરું ? એમ કહી તે સર્વ દ્રવ્ય સુમિત્રને આપ્યું, એટલું • દ્રવ્ય મળવાથી પણ અસંતુષ્ટ એ તે સુમિત્ર ગુણધરને કહેવા લાગ્યો કે હું મિત્ર ! આ - કરોડ ટકા જે મળ્યા છે, તેનો માલ લઈને આપણે ચિનબંદર જઈવેચીએ તે ત્યાં બમણે લાભ થશે? તે સાંભળી ગુણધરે વિચાર્યું જે અહો ! આટલા દ્રવ્યથી પણ આ સુમિત્રની તૃષ્ણ પૂર્ણ થઈ નડી. માટે મારે આ સુમિત્રને તેની ઈચ્છાથી પણ અધિક દ્રવ્યની પ્રાપ્તિ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy