SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ [, વૈશ્યને ઘેર ચદ્રદત્તા નામની સ્ત્રીને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે હવે તે જરા માટે થયે, ત્યારે તેનું તેના પિતાએ સુમિત્ર એવું નામ પાડયુ. - હવે તેજ સમયને વિષે જિનપ્રિય નામે શ્રાવક હતા, તેને જીવ સપ્તમ શુક દેવલેકમાંથી આવી, તેજ પુરને વિષે વિનયંધરનામે શ્રેષ્ઠીની ગુણવતીનામે સ્ત્રીના ઉદરથી પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તેનુ ગુણધર એવુ નામ પાડ્યું. અનુક્રમે રમણીના મનને કેદ કરે, એવા યૌવાનવયને પ્રાપ્ત થયે પૂર્વભવના સંબંધથી ગુણધરને તે સુમિત્ર પર ખરી પ્રીતિ થઈ અને પૂર્વાભ્યાસથી સુમિત્રને ગુણધર પર કપટપ્રીતિ થઈ, અર્થાત્ તે સુમિત્ર ઉપરથી પ્રીતિ બતાવે, અને મનમાં વૈરભાવ રાખે. પછી તે બન્ને જણ એકજ ઠેકાણે કીડા વિગેરે કરે છે. તેમાં પૂર્વ જન્મના પાપથી નિધન થયેલા તે સુમિત્રના વસ્ત્રપ્રમુખ સર્વ હલકાં છે, તેથી તે ગુણધર સાથે રમતાં ફરતાં મનમાં ઘણોજ લાજ પામે છે, પરંતુ તે ગુણધર તેનું માન, સગાભાઈથી પણ વધારે રાખે છે. અર્થાત્ પિતે ધનવાન છે, તે પણ તેને કઈ દિવસ ધિક્કારતો નથી. તેમ કરતા તે સુમિત્રનું અન્ન વસ્ત્રોથી પાલન કરનારાં તેનાં માતા પિતા, મણ પામ્યા તેથી તે ઘણોજ દારિદુઃખે પીડિત થવા લાગ્યા, અને તેને સર્વ જનોએ ત્યાગ કર્યો, તથા તેનું સહુ કઈ હેલન કરવા લાગ્યાં ત્યારે સુમિત્રે વિચાર્યું કે દરિદ્રી, વ્યાધિવાન, મૂર્ખ, પ્રવાસી અને નિરંતર પારકી ચાકરી કરનારે. એ પાચ જણ તે જીવતા હોય તે પણ તેને મુવા જેવાજ જાણવા. તે તે પાચ પ્રકારના મનુષ્યમાથી હું દરિદ્રી છું. હવે તે દરિદ્રિપણુ પરદેશ જાઉ તે મટે. પરંતુ મારે પરદેશ જાવું છે કે દેશ સા હશે? તે હું આ ગુણધરને પૂછી જોઉ ? એમ ધારી તે ગુણધરને અનેક દેશના વેપાર રોજગારની વાતે પૂછવા લાગે. તે સાભળી ગુણધરે જાણ્યું જે આ સુમિત્ર હવે નિધનપણથી લજવાય છે, તેથી પરદેશ જવાને વિચાર કરતા હોય એમ લાગે છે. નહિ તે આમ પરદેશની વાતે મને કઈ દિવસ પૂછતો ન હતો વળી સુમિત્ર જે લજવાય છે એમાં કાંઈ સુમિત્રને વાક નથી. કારણ કે દરિદ્ર જે છે, તે સહુ કોઈને લજવાવે તેવું જ છે. માટે મારા મિત્રને જે પરદેશ જવાને વિચાર થયે છે, અને તેણે મને પરદેશની સર્વ વાત પૂછી, તે પણ ઘણું જ સારું થયું છે. તે સુમિત્ર પરદેશ જવા ધારે છે, તે હું તેની સાથે જઈ મિત્રતાના કારણે તેને ધન ઉપાર્જન કરવામાં સહાય કરું? આ પ્રમાણે વિચારી તે સુમિત્ર સાથે પરદેશ જવાને મનમાં દઢનિશ્ચય કરી તે ગુણધર સુમિત્રને કહેવા લાગ્યો કે હું મિત્ર ! મારા ઘરમાં દ્રવ્ય તે ઘણુ જ છે, પરંતુ મે પરદેશ જઈ ધનોપાર્જન કરવાનુ કૌતુક દીઠું નથી, તે છે મિત્ર' તે કૌતુક જોવા માટે હું કદાચિત પરદેશ જવા ધારુ, તે તમે મારા સહાયક થશે? તે સાભળી કુમિત્ર સમાન સુમિત્રે મનમાં વિચારવા માણ્યું કે અહો ! આ તે ગુણધરે ઘાચ જ સારું ધાર્યું ? કારણ કે હું તે ગુણધર સાથે વિદેશ જઈ તેને સપાદન કરેલુ સર્વ ધન કપટથી લઈશ આ દારિદ્રયથી પણ મુક્ત થઈ જઈશ? એમ વિચારી ગુણધરને કહ્યું કે અહો મિત્ર ! હું તે તમો ક્યા કહે, ત્યાં આવવા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy