SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ તે દોષને કેવલ મનસાંજ સમજી બેસી રહેતું નથી, પરંતુ તે સર્વ શ્રાવકોને ઘેર ઘેર જઈ કહેતા ફરે છે, કે હે શ્રાવકે ! આ વખતમાં કઈ જૈન સાધુ તે સાધુના ધર્મ પાળતાજ નથી. તમે કહેશે કે તે વાતની તમને કેમ માલમ પડી ? તો કે સાંભળે, હું પિષધ તથા સામાયિક કરવા પ્રતિદિન ઉપાશ્રયમાં જાઉં છું તો ત્યા મે તે સાધુઓમાં પ્રત્યક્ષ રીતે દેજ દીઠા છે, તેમાં કેઈ પણ સાધુને સારી રીતે પરિપૂર્ણ રીતે ચારિત્ર વ્રત પાળનારો દીઠે નથી. તે તેના દે કહું, તે સાભળે. કે તે ઉપાશ્રયમાં રહેતા સાધુમાંહે કેટલાક સાધુઓ તે મુહપતિ બાપ્પા વિનાજ બોલ્યા કરે છે. વળી કેટલાક સાધુ દંડસનને હાથમા લઈને ચાલે છે. કેટલાક સાધુ તે આખો દિવસ સર્વે ક્રિયા છોડીને ઉંધ્યા જ કરે છે. વળી કેટલાક સાધુ વિકથાજ કર્યા કરે છે. એક સાધુ પણ પર્વ દિવસના ઉપવાસ પણ કરતા નથી. કેઈ સાધુ શુદ્ધસૂત્ર પણ વાચી જાણતા નથી. કેટલાક સાધુ સ્વાધ્યાયાધ્યયન પણ કરતા નથી. માટે તે જોતા તે મને એમ લાગે છે, કે સર્વ સાધુ દોષથી ભરેલા છે. તેથી તેઓને જે અન્ન વગેરે વહેરાવવું, તે પણ સર્વ વ્યર્થ જ છે આ પ્રકારના મૂઢપણાથી કહેલાં વચને કરી દાનશ્રદ્ધાળુ જે શ્રાવકે હતા, તેની શ્રદ્ધાને સાવ નાશ કરી નાખ્યો તથા ભાવ પણ 'ઉતારી નાખ્યો. આ પ્રકારે સાધુનિ દક અને દુષ્ટ એ તે મોહન કાલે કરી મુખપાકના રેગથી મરણ શરણ થઈ વિધ્યાચલ પર્વતની અટવીને વિષે હસ્તી થઈને અવતર્યો. ત્યારે ત્યાં તેને વનચરોએ પકડી લીધો અને તે વનેચરો પાસેથી તેને કેઈએક ધનવાન વેશ્ય મૂલ્ય દઈ વેચાતો લીધે. અને વળી તેણે પણ તે હસ્તીને મથુરા નગરીના રાજાને અર્પણ કર્યો અને તે રાજાએ આ શૂર હસ્તી છે, એમ જાણું વિષમ એવા સંગ્રામમાં જ્યારે લડવા જાય ત્યારે તેની પર પોતે બેસે, તેથી તેને સર્વે હાથીઓને આગેવાન કી. હવે પૂર્વભવાભ્યાસથી તે હાથી સાધુઓને કેવી હતી તેથી પિતાના સ્થાનકથી નજીક એક વન છે, ત્યાં ધ્યાન કરતા કેટલાક સાધુઓને શબ્દ સાભળે. તેથી તે અતિક્રોધાયમાન થઈ પિતાને બાંધવાના આલાનસ્તંભને ભાગી ચિકારશદ કરી એકદમ તે સાધુઓને મારવા દે તે દેડતા મહાપાપના વેગથી રસ્તામાં એક મોટો અને ઉડા ખાડે આબે, તેથી તે ખાડામાં પડી ગયો, અને પડતા માત્રમાજ તેના શરીરના ભારથી સર્વ અંગે ભાગી ચૂર થઈ ગયા. તેવામાં કે એક પુરૂષોએ આવી ગજમુકતા લેવા માટે તેના કુંભસ્થભ વિદારણ કર્યું, તેથી તેના દુઃખે તેજ ખાડામાં આર્તધ્યાનથી મરણ પામી, રત્નપ્રભા નામે નરકભૂમિને વિષે ગ, અને ત્યાં પણ તેણે ઘણુંજ વેદના ભોગવી અને ત્યાંથી નીકળી શિચાણ નામે પક્ષી થા, ત્યાં પણ ઘણું પાપ કરી મરણ પામી વાસુકપ્રભાનામે નરક ભૂમિમાં ગયે, ત્યાથી નિકળીને સિહપણે ઉત્પન્ન થયે. તે સિંહપણામાં પણ ઘણું જીવને મારી ઉગ્રપાપ બાંધી મરણ પામીને પકપ્રભાનામે નરક ભૂમિમાં ગયે, ત્યાં પણ ઘણીજ વેદના ભગવાને ત્યાંથી નિકળી ધનપુર નામે નગરને વિષે કામદત્તાભિધ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy