SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ રાજ્યને ચગ્યરીતે પાળે છે. હવે તે શ્રીબલને સુલકમણા નામે સ્ત્રી છે અને શતબલને લક્ષ્મ[નામે સ્ત્રી છે. તે સ્ત્રીઓની સાથે બન્ને ભાઈઓ, વિષયવિલાસથી દિવસ વ્યતીત કરે છે. શ્રી મલ રાજાની રાણી જે સુલક્ષ્મણ છે, તેની કુક્ષિ ભૂમિને વિષે કલ્પકુમની જેમ મધ્યમરૈવેયકથકી આવીને દેવતા થયેલો તે પ તરકુમ ૨ પુત્રપણે આવ્યું. ત્યારે તે સુલમણુએ સ્વપને વિષે તુગ એવા મેરુપર્વતને દીઠે. પછી પ્રાતઃકાળને વિષે સૂર્યશબ્દથી જાગૃત થઈ એવી તે રાણીએ સ્વમની વાત પિતાના સ્વામી શ્રીબલ રાજાને કહી બતાવી તે સાભળી રાજા બોલ્યા કે, હું કોમલાગિ ! સ્વસમાં તમે મેરુ જે છે, તેથી તમેને મેરુતુલ્ય પુત્ર પ્રગટ થશે. તે સાંભળીને પરમ આહાદને પામતી એવી રાણે શુભ એવા તે ગર્ભનું પાલન કરવા લાગી. પછી રાણીને દશમાસ પૂરા થવાથી જેમ રત્નની ખાણ ઉત્તમ મણિને ઉત્પન્ન કરે, તેમ હરયને આન દદાયક એવા ઉત્તમ પુત્રને પ્રસન્ચે. જ્યારે પિતાને ત્યાં પુત્ર પ્રગટ થયે, ત્યારે શ્રીબલ રાજાએ મેટ આડંબર કરી પુત્રને જન્મમહોત્સવ કર્યો. અને પુત્ર એક માસને પણ થયું. હવે જયારે તે પુત્ર ગર્ભમાં રહ્યો હતો, ત્યારે તેની માતાયે સ્વમમા મેરુપર્વત જે હતો તેથી તેના અનુસાર સર્વની સાનિધ્ય તે પુત્રનું “ગિરિસુ દર” એવુ નામ પાડ્યું. પછી તે કુમાર, અનુક્રમે વૃદ્ધિ પામતો થશે જનને આન દદાયક એવા યૌવન વયને પ્રાપ્ત થયો. હવે મધ્યમ વૈવેયકમાં અહમિન્દ્રપણે થશે એવા જે હરિગ વિદ્યાધર તે ત્યાંથી આવીને શ્રીબવરાજાના ભાઈ શતબયની સ્ત્રી લમણાના ઉદરને વિષે પુત્રપણાએ આવ્યો ત્યારે તે સ્ત્રીએ સ્વમને વિષે રત્નોને એઘને જોયો, તે જોઈને તુરત જાગી ગઈ અને . તે સ્વપ્નની વાત પોતાના સ્વામીને કહી. ત્યારે તેના સ્વામીએ કહ્યું કે હે પ્રિયે ! તમે સ્વપ્નમાં નેનો ઢગલે દીઠે, તેથી રતન જે પુત્ર થાશે તે સાંભળી પ્રસન્ન થઈ એવી તે સ્ત્રી ગર્ભનું પિષણ કરવા લાગી. પછી તે રાણી બે સર્વગુણથી સપન એવા પુત્રને પૂરા માસે પ્રસબે તે વખતે શતબલ રાજાએ પુત્રને જન્મમહોત્સવ કર્યો, અને તે ગર્ભ રહ્યા વખતે તેની માતાયે સ્વપ્નમાં રત્નને ઢગલો દીઠે હતું, તેને અનુસરે તેનું રત્નસાર” એવું નામ પાડયું. તે પુત્ર અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. પછી પૂર્વભવના સ્નેહથી તે ગિરિ સુંદર અને રત્નસારને અત્યંત પ્રીતિ થઈ. તે એવી કે, તે બન્ને એકબીજાનો ઘડી એક પણ વિરહુ સહન કરી શકતા નથી. અને તે અત્ય ત સ્નેહ હોવાથી તે બન્ને જણ એકજ ઠેકાણે ફીડા એકજ ઠેકાણે ભજન તથા શયન પણ એકજ ઠેકાણે કરે છે. એકબીજા કદાચિત જુદા પડે છે, તે તેઓને કંઈ ચેન પડતું નથી. આવી રીતની તે ભાઈઓની પ્રીતિ જોઈને તેમના પિતાએ પરસ્પર કહેવા લાગ્યા કે, અહિ! આપણું બને પુત્રને આપણ કરતાં સે ગુણું પ્રીતિ છે? એમ કહીને બન્ને જણ ખુશી થયા.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy