SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ એવી પિતાની પુત્રીને છોડવાનો માટે વિચાર થઈ પડે? હવે ત્યાં તે શેકથકી જોરાક વિરામ પામેલી એવી તેની પુત્રી ગુણમાલાએ વિનંતિ કરી કે હે મહારાજ ! આપને જે મને દીક્ષા દેવી ચગ્ય ભાસતી હોય, તે આ?િ તે સાભળી કુલપતિએ કહ્યું કે દીક્ષા જે લેવી તે તો સહુને ચગ્ય જ છે, તેમાં તમારા જેવાં સંસારમાં મડાદખી જીવને તો વિશેષે કરી લેવી જોઈએ. પીડિતાનાં પરાભૂત્યા, તાડિતાનાં તથા પદા | દુસ્થિતાનાં ભવસ્થાનાં, શરણું તાપસવ્રતમ્ અર્થ – પરાભવથી પીડિત અને આપત્તિથી તાડિત, સંસારને વિષે અત્યંત દુખિત એવા જનને તે તાપસવ્રત જે છે, તેજ શરણ છે. તે સાંભળી પુષ્પમાલા રાણી બેલી કે હે ગુરે ! આ મારી પુત્રી સગર્ભા છે, માટે સગર્ભા એવી સી જે સુખમાં હોય તે તે લેવી ઘટે નહિ, પરંતુ જે તે દુઃખિત હોય તે લેવી ઘટેજ છે. માટે આ સ્ત્રીને દુઃખનું વિસ્મરણ કરવા માટે દીક્ષા લેવી યંગ્ય જ છે. અને વલી દુઃખનું વિસ્મરણ કરનાર દીક્ષા જેવું બીજું કઈ ઉત્તમ આચરણ છેજ નહિ? તે માટે આ તમારી પુત્રીને તે દીક્ષા લેવાની જરૂર છે અને તેમ કરવામાં મારી સંમતિ છે. તે સાંભળીને આ રાજા રાણુ ખુશી થયાં પછી વસંત રાજા ઘેર આવી પિતાના છ પુત્રને રાજ સેંપી સામેતાદિકની પિતાની સ્ત્રી, તથા વિધવા પુત્રી, તેણે સહિત તેણે તાપસી દીક્ષા લીધી, અને પછી તે ત્રણે જણ તાપસી ક્રિયા કરવામાં પ્રવૃત્ત તથા શુદ્ધ થાનને વિષે તત્પર રહેવા લાગ્યા. હવે તે ગુણમાલાને પણ પૂરા દિવસે અમારી પર્ણકૂટીમાં એક પુત્રી અવતરી. પરંતુ તે ગુણમાલા તે સુવાવડમા થીજ દારુણ રેગ થવાથી તથા પ્રતિદિન વર આવવાથી નિશ્વની વેદનાથી મરણ પામી ત્યારે તેને દુઃખે કરી દુખિત એવી તેની માતા પુષ્પમાલા અત્યંત દુખ પામી રુદન કરવા લાગી ત્યારે ત્યાની રહેનારી તાપસી સ્ત્રીઓએ તેને વૈરાગ્ય કારક વાતેથી બેધ દઈ શાતિ પમાડી. પછી ને કરી ઉત્પન્ન થયેલા પિતાના સ્તનના દુધથકી તે કન્યાની માની માં પુષ્પમાલાએ ધવરાવી ઉછેરવા માંડી તેથી તે વનમા ને વનમાજ મટી થઈ, તેથી તેનું નામ વનમાલા પાડયું, અનુક્રમે તે કન્યા સર્વ તાપસીઓના મનને આહાદકારક એવા યૌવન વયને પ્રાપ્ત થઈ હવે તે કુલપતિ, પિતાના શિષ્ય થયેલા વસંતમુનિને પિતાની પાટ પર બેસાડી દેગ માર્ગ સાધી સ્વર્ગમાં ગયા. અને પુછપમાલા પણ દેવગે મરણ પામી હવે તે પોત્તર કુમાર તે કન્યાના માતા પિતા તથા માની માએ સર્વ મરણ પામેલાં હોવાથી તે કન્યા અત્યંત દુઃખી થઈ રુદન કરવા લાગી તેને જોઈને મડાગેહથકી મેડિત થયેલે હુ ચિનાક્રાંત થયે થકે એ કન્યાનું પાવન પણ કરવા લાગે છે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy