SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ છેજ નહી. કઈ પણ બુદ્ધિમતી સતી સ્ત્રી, હજી સુધી પિતાના રવામીની સાથે ચિતામાં બળી નથી. તે જેમ કે, પ્રથમ તે રામચંદ્રની સાથે સતી સીતા, બીજી રાવણની સાથે સતી મંદોદરી, ત્રીજી દુર્યોધનની સાથે ભાનુમતી સતી, જેથી શ્રીકૃષ્ણ સાથે તેની સ્ત્રીઓ, પાચમી તેના ભાઈની સાથે તેની સ્ત્રીઓ બળી નથી. માટે હે પુત્રિ 1 પિતાના સ્વામી સાથે ચિત્તામાં પડી બળી મરવું, તે હાલની સ્ત્રીઓએ ઉત્પન્ન કર્યું છે. અને વળી હે બહેન ! પ્રાચીન ઇતિહાસ પુરાણોમાં પણ સતી સ્ત્રીને પિતાના પુરુષ સાથે ચિત્તામાં બળી મરવાને નિષેધ કરે છે, તે સાભળી ગુણમાળા એકદમ નિરાશ થઈને ઘણુ જ રુદન કરવા લાગી, કે હા વલ્લભ!! અરે ! આ મહાઘેર અરણ્યમાં એકલી અનાથ એવી મને છેડીને આપ કયા છે ? અરે ! ગુણવાન એવા આપ વિનાની વિધવા થયેલી હું હવે મરી સહવાસી સખોને શું મુખ દેખાડીશ ! આ પ્રકારે અત્યંત છાતી ફાટે તેવી રીતે રેતી અને પિતાના મસ્તકને અને હૃદયને કૂટતી એવી તે ગુણમાલાને જોઈને માતા પિતા ઘણુ જ ખેદ પામ્યાં, અને રુદન કરવા લાગ્યા. પછી તે કન્યાને ખેદ મટાડવા માટે ઘણું જ સમજાવી, તે પણ જ્યારે તે જરા પણ સમજી નહિ. ત્યારે હું પક્વોત્તર કુમાર ! તેના માતા પિતાએ જાણ્યું કે અત્યંત દુખમા પડેલી આ પુત્રી આપણું કહ્યું માનશે નહિ માટે અહીં નિકટ રહેલા એવા કઈ એક તપસ્વી પાસે લઈ જઈએ, અને તે તેને કાઈક સમજાવશે, તે તેના જીવને શાંતિ થશે ? એમ જાણી તેનાં માતા પિતા તેને તેડી અહી આવ્યાં, અને બનેલી સર્વ હકિકત કહી આપી, તે સાંભળી તે ત્રણે જણને દુખીયાં જાણી તે વસ તરાજાને ઉદ્દેશીને ઉપદેશ દેવા માંડે કે હે રાજન! ભયાનક એવા આ સંસારને વિષે રહેનારા જેને મૃત્યુનો ભય તે સદા - સર્વદા મટજ નથી અને સગાં વહાલાને જે સ ગ છે, તે પણ જોતા જોતામાં નાશ પામી જાય છે અને તેને વિગ થયા વિના રહેતા જ નથી. કારણ કે કર્મને વશ પડેલા * પ્રાણીઓ પિતાના કર્માનુસારે અવતરે છે, તથા મરણ પણ પામે છે. તેમાં પણ જગતમાં જેની ઉપર આપણને ઘણું જ રહ હોય તે આપણે સાથેજ જે મરતા હોય તો તે | દુઃખ નહિ. પણ તેમ તે કર્મરુપ જલપ્રવાહમાં પડેલા જીવનું બનતુ જ નથી માટે સંસારમાં પચેદ્રિયના જે ભેગે છે, તે પણ ડાભની અણુ પર રહેલા જલબિંદુની સમાન , અસ્થિર છે અને વળી રેગ, અને શેક રાત્રિ દિવસ મનુષ્યને બાલ્યાજ કરે છે. માટે જ્ઞાનીજને તે આવા દુ ખદાયક સ સારમાં આસક્ત થવુ ચોગ્ય જ નથી. હા આ સ સારા રહીને જે જીવ પુણ્યોપાર્જન કરે, તથા સ્વજનને નેડ છેડી તપોલિમી સાથે પિતાના ' દેડની એજના કરે અને સ સારિક સકળ આયાસને છોડી વનમાં વાસ કરે, તેજ જીવ ઉત્તમ કહેવાય. છે આ પ્રકારને કુલપતિને કરેલે ઉપદેશ સાભળીને રાજ તથા રાણું બને જણ વિરાગ્ય પામી તાપસી દીક્ષા લેવાને તત્પર થયા, પરંતુ તેઓને દી તે દુખિત અને વિધવા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy