SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળી કપિલ બ્રાહ્મણ ચંદ્રભા નગરીમાં ગયે, ત્યાં નાનથી પવિત્ર થઈને પુપાદિથી તે દેવીનું અર્ચન કરી સ્તુતિ કરી દેવાન ધરી મૌન રાખી, ઉપવાસ કરી કુશનું સ્તરણ નાંખીને બે દિવસ પર્યત બેઠે. ત્રીજે દિવસે રાત્રિને વિષે આશાપુરી દેવી બેલી કે હે બ્રાહ્મણ ! તું શા માટે તપસ્વી થઈ સુધા વગેરે દુઃખ સહન કરી મારી પાસે બેઠે છે? ત્યારે કપિલ બોલ્યો કે હે દેવિ ! મારે તે દ્રવ્ય જોઈએ છીએ, બીજુ કઈ જોઈતુ નથી.. માટે દ્રવ્ય આપે? ત્યારે દેવી બોલી કે શુ તુ અહિં કંઈ તારા બાપની થાપણું મૂકી ગયા છે, તે લેવા આવ્યું છે ત્યારે કપિલ કહે કે તમે દેવી છે માટે સર્વ જાણે જ છે. મને શા માટે ફેગટ હેરાન કરે છે? હવે તે મને દરિદ્રપણાને લીધે જીવવાને પણ કંટાળો આવે છે. આ જીવવા કરતાં તે હું જે તમારી પાસે તમારા બલિદાનરુપ થઈ જાઉં તો ઘણું જ સારું થાય? આ પ્રકારનાં વચનથી તે કપિલના મનનો દૃઢ નિશ્ચય જાણીને દેવી બેલી કે, આ એક શ્લોકના પદનું લખેલું પુસ્તક હું તને આપું છું તે ગ્રહણ કરઅને જે તને પાચસો રુપિયા આપે, તેને આ પુસ્તક તુ આપજે પરંતુ દ્રવ્ય લીધા વિના કેઈને આપીશ નહિં. અને પાંચથી વધારે દ્રવ્યની પણ પ્રાર્થના કરીશ નહિં. એમ કહી પુસ્તક આપીને દેવી તે અંતર્ધાન થઈ ગયાં. તદઅંતર તે કપિલ, દેવીના આપેલા તે પુસ્તકને લઈને ત્યાંથી વેચવા માટે ચાલ્યો, તે ગામમાં આવી, આખા ગામમાં ફર્યો, પણ તેને એક પૈસે પણ કેઈએ આ નહિં. એમ કરતાં કરતાં અનુક્રમે તે પૂર્વજન્મના મિત્ર સિદ્ધદર પાસે આવ્યા, અને તેને તે પુસ્તક દેખાયું, ત્યારે સિદ્ધદત્તે પૂછયું કે મહારાજ ! આ પુસ્તકની શુ કિસ્મત છે? ત્યારે તેણે કહ્યું કે પાંચસો રુપૈયા ? તે વખત સિદ્ધદત્તે વિચાર કર્યો. હું એમાં જે તે ખરો, કે એમાં શું લખેલું છે? પછી તે કપિલના હાથમાંથી પુસ્તક લઈને અંદર જ્યા જે, ત્યાં તે તેમાથી “પ્રાપ્તચમર્થ લભતે મનુષ્યઃ” એ, લેકનું એક જ પદ નીકળયું, તે પદને અર્થ એ હતો કે, મનુષ્યને પૂર્વજન્મના વેગથી જેટલું મલવાનું હોય, તેટલું જ મલે છે, વધારે કંઈ પણ મલતું નથી. એ અર્થ મનમાં વિચારી નિશ્ચય કરીને તે બ્રાહ્મણને હર્ષથી પાચસો રૂપિયા આપ્યા. પછી તે કપિલ દ્રવ્ય પ્રાપ્ત થવાથી હર્ષિત થઈને પિતાના ઘર તરફ ચાલ્યો. જ્યા રસ્તામાં ચાલ્યા જાય છે, ત્યાં ભિલ્લુ લુટારાઓ મલ્યા, અને તેણે તેને લુંટી લીધો અને દ્રવ્ય આપવાની હા ના કહેવાથી ખૂબ માર્યો. પછી ઉલ્લાસ રહિત તથા નિરાશ જેવો થઈ ગયે હે તે જ પાછા ઘેર આવ્યા. હવે સિદ્ધદત્તને પિતા, સિદ્ધદત્તને પ્રતિદિન, સંધ્યાકાલે પૂછીને ઘર ખર્ચ રોજમેળમાં લખવે છે, અને મેળની પુરાંત પિતે જ ગણે છે. જે દિવસે સિદ્ધદત્તે પાંચસે રુપૈયા આપી પુસ્તક લીધું. તે પૈયા ચોપડામાં લખ્યા ન હતા, તેથી પુરાંત ગણતાં તે રુપયા ખૂટી પડ્યા અને મેળ મળે નહિં, ત્યારે સિદ્ધદત્તને પૂછ્યું કે ભાઈ! આજની પુરાંતમાં પાંચ પયા કેમ ઘટે છે? ત્યારે તેણે તે પાંચસો રુપૈયાને ઠેકાણે બ્રાહ્મણ પાસેથી વેચાતુ લીધેવું પુસ્તક બતાવ્યું અને કહ્યું કે પિતાજી ! આ પુસ્તક
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy