SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયજન છે? કારણ કે અમો રાજરતમાં તે કંઈ સમજતાજ નથી ? તે સાંભળી સુભટે તે કહે છે કે હે મહાસત્વ' તમારા કહેવાથી , આ અમે તેને છોડી મૂકે. પણ તમે તે જલદી અમારા રાજાની પાસે મહેરબાની કરી પધારે? એમ કહીને માતૃદત્તને રાજાની પાસે તેડી લાવ્યા અને કુંડળગ્રહણની જે કાંઈ બીના બની હતી, તે સર્વ રાજાની પાસે કહી બતાવી. તે સાંભળી વિસ્મય પામેલે રાજા કહેવા લાગે કે હે ભાઈ! તમે તે રસ્તામાં પડેલા કુંડળને લેવામાં જરા પણ મન ન કર્યું તેનું શું કારણ છે કે, રસ્તામાં પડેલા પદાર્થને તારા વિના બીજું ન લે? અર્થાત્ સહુ કઈ લેશે. ત્યારે માતૃદત્ત બે કે મહારાજ! મે મારા ગુરુ પાસે એવું વ્રત લીધું છે, કે કઈ વસ્તુને તે વસ્તુના સ્વામીના દીધા વિના લેવી નહિ. માટે દીધા વિના કાંઈ પણ હું ગ્રહણ કરતું નથી. તે સાંભળી ખુશી થયેલા રાજાએ તેની મેટી આજીવિકા ઠરાવીને પિતાના દ્રવ્યભડાર સાચવવાની ચાકરી પર રાખે, તેથી તે સુખી થયે સર્વ ઠેકાણે માનને પ્રાપ્ત થયે. કાલે કરીસુસમાં ધિથી મરણ પામી, આજપુરને વિષે ચંદ્રાભા નગરીને વિષે ઉત્તમ વણિકના કુળમાં પંદર સતીનામ સ્ત્રીથકી પુત્રપણે ઉપજે. તેના પિતાએ તેનું સિદ્ધદત્ત એવું નામ પાડ્યું. પછી અનુક્રમે સર્વ કલામાં કુશળ છે. અને વન, ઉપવન, રાજરસ્તા પ્રમુખમાં વિવિધ પ્રકારની કલાઓનાં કુતૂડલેને કરવા લાગ્યો. હવે વસુદત્ત જે હેને તે કુકર્મથી પિતાની આજીવિકા ચલાવીને થોડા કાળમાં મરણ પામી કર્મને વિચિત્રપણાથી બ્રાહ્મણના કુલને વિષે કપિલ નામે પુત્ર થઈને અવતર્યો. તે નિર્ધન એવા બ્રાહ્મણ કુલમાં અવતરવાથી તેના પિતાએ પિતાની પણ હીન કુલવાલાની યાચના કરીને એક કન્યા પરણાવી આપી. તેની સાથે વિષયસુખભેગવતાં તેને ઘણું છોકરાં થયા છેકરાં ઘણું થવાથી તથા નિર્ધનપણથી તે ઘણે જ દુઃખી થવા લાગ્યું. હવે તે કપિલ બ્રાહ્મણનાં જે માતા પિતા હતા તે કઈ પણ ઠેકાણેથી ધાન્યાદિ લાવી કપિલનું તથા કપિલના કુટુંબનું પિષણ કરતા હતાં. દેવેગથી તે પણ મરણ પામ્યા, ત્યારે તે પછી નિરાધાર થવાથી દારિદ્રથી પીડાતા એવા તે કપિલને પિતાની સ્ત્રીએ અત્યંત ધિક્કારી કાઢ. તેથી તે બહાર દેશાવર પ્રત્યે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે નીકળ્યો પરંતુ પૂર્વજન્મના કુકર્મથી બહુ જ કલેશ પામવા લાગ્યો અને પાપેદયને લીધે કઈ પણ ઠેકાણેથી તેને કંઈ પણ દ્રવ્ય મહું નહિ તેથી મડાષ્ટથી દિવસ નિર્ગમન કરવા લાગ્યો. તે કપિલને એક દિવસે ફરતાં ફરતાં કાપડીને વેષ ધારણ કરનારે કે એક મેગી મળે, તેની સાથે તેણે મિત્રતા કરી અને પિતાના સર્વ દુઃખની વાત પણ કહી આપી તે સાંભળી કાપડીએ કહ્યું કે હે મુર્ખ ! તું વૃથા દ્રવ્યને પ્રયાસ ન કર. અને એમ કરતા જે તું ધનને જ અર્થી છે, તે ચંદ્રભા નામે પુરીમાં જલદી જા. ત્યા આશાપુરી નામની દેવી છે, તે દેવીમાં જેવું નામ છે, તેવા જ ગુણે છે, માટે તે દેવીનું આરાધન કર, જેથી તે દેવી તારી આશા પૂર્ણ કરશે ? એ પૃ. ૧૩
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy