SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમ આસને પકારી, ચરમસ્તીથી ધિપતિ સર્વજગતનું કલ્યાણ કરવામાં એક ઉધમવાળા શ્રી ભગવાન મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને પૃથ્વીચન્દ્ર ચરિત્રને બાલ-ઉપગી ગ્રંથ હું જણાવું છું. ૧ ધર્મરૂપી વિદ્યાના જ્ઞાતા, પિતાના જ્ઞાનાદિક ગુણે વડે સુશોભિત સ્થિર ચિત્તવાળા, ઐશ્વર્યવાળા તે પરમાત્મા તમારા કલ્યાથે થાઓ. પરત સર્વ અતિથી યુક્ત, આઠ પ્રતિહાર્યોથી સહિત, એવા જે ભૂતકાળમાં થયેલા અને વર્તમાનકાલમાં જે વિદ્યમાન છે, તથા ભાવિષ્યમાં થશે, એવા તે શ્રી તીર્થકર દેવ તે તમને મુદ એટલે આનંદ તથા નિર્વિધ્રપણું આપનારા થાઓ મારા અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ એવા પંચપરમેષ્ઠી તે તમારા કલ્યાણની વૃદ્ધિ કરનારા થાઓ. ૨૪ સ્વભાવથી નિર્મલ, દર્શનથી માર્ગ દેખાડનાર, એવા સંત સજજન સાધુ તે નિરંતર સૂર્યની જેમ વંદનીક છે. કેમ કે, તેમના હાથ તે દેને અપગમ કરનારા છે. દેશના સમહના ટાલનારા છે.જેમ અન્ય દર્શનીને સૂર્ય વંદનીક તે દેવા એટલે રાત્રીના અંધકારને ટાલનાર છે તેમ સંતરૂપ સૂર્ય તે અજ્ઞાન રૂપ અ ધકારને ટાલનાર છે તે માટે સંતને નિત્ય વંદના કરૂં છું. પણ હવે સજ્જન જે છે તે દુર્જનના પણ ગુણ ગ્રહેણ કરે છે. તે કહે છે. જેમના વચનના ભયથી હૃદયમાં પગલે પગલે પ્ર શ થાય છે. દુર્જનના વચનનાં ભયથકી સજજનના હદયને વિષે અજવતું થાય છે. એવા દુર્જન લેકે જે અંધારાની જેમ દોષાત્મક છે, તે પણ તે નિ દા કરવા લાયક નથી દર એવી રીતે પૂર્વે થયેલા કવિઓની સ્તુતિ કરીને ઉત્તમ ગુણોથી ગરિષ્ઠ એવા જે પિતાના ગુરૂ તેને પ્રણામ કરીને અને ઔષધની જેમ જીવનરૂપ, સંસારરૂપ મરણથી જીવાડનાર એવી સમ્યક્દર્શનરૂપ સ સારની આસક્ત દૂર કરવા રૂપ, ઔદાર્યાદિ ગુણોની પ્રાપ્તિ સાથે સવજીવનની પૂર્ણ સાવધાની પૂર્વક શ્રી પૃથ્વીચંદ્રજીના ચરિત્રની જે ધર્મકથા તે અલ્પમાત્ર કહેવાને હું પંડિત પ્રવર શ્રી રૂપવિજયજી આરંભ કરું છું. છા મુક્તિ માર્ગને વિષે માંગલિકના કરનાર, કંચન સરખુ જેમનું શરીર એવા નાભિશજના પુત્ર શ્રી ઋષભદેવજીનું શરીર કંચનવર્ણવાળું છે, તે રૂપ માંગલિક કલશ જાણ અને પ્રભુના મસ્તકે શ્યામ કેશ છે તે તે કલશના ઢાંકણું રૂપ છે, એવા પ્રભુ રૂપ કલશ મુક્તિમાર્ગને વિષે કલ્યાણકારી શેભે છે. ૮ અહીં સકલ ને અભયદાન આપવામાં કુશલ એવા ભગવાન શ્રી વિદ્ધમાન સ્વામીએ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy