SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ તાળીશકું. ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્ગાર. ૪૬૧ ઘર કરીને પછી એ પરભાવરમણ કરાવનારી સ્ત્રીઓને પ્રસંગ તજી દઈ તારા સંબંધમાં નિરંતરને માટે રહેવાને છું. આ પ્રમાણે કરવા મારા મનમાં ભાવના જાગ્રત થઈ છે પણ હજુ તેમ કરવા માટે સમય આવી પહોચ્ચે નથી.. ચેતનજી અત્ર જે વાત બતાવે છે તે ઉત્ક્રાન્તિમાં હજુ તે કેટલે ચઢ્યો છે તે બતાવે છે. ગુણસ્થાનકમારેહમાં હજુ તે માત્ર માનસિક પરિવર્તનના ભાવનાકાળ સુધી વધી શકે છે, હવે તેને માયામમતાથી ભગવાતા વિષયનું વિરસપણું દેખાય છે પણ અનાદિ અભ્યાસને લીધે તેને ત્યાગ કરી શક્તા નથી. તે મનમાં સત્ય સ્વરૂપ સમજતાં છતાં ડરે છે કે એ વિભાવદશાના ભાવે વગર પિતાને ચાલી શકશે કે નહિ. આથી તે સમતાને કહે છે કે હજુ મારી કાળસ્થિતિ પરિપકવ થઈ નથી. આવી વાત કરવી એ પણ એક પ્રકારની નબળાઈ છે, કારણ કે કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે દિવ્ય જ્ઞાન વગર કેઈથી કહી શકાય નહિ. પુરૂષાર્થ કરી કર્મસમૂહને નાશ કરવા માટે જ ઉત્તમાધિકારીએ પ્રયાસ કરવો જોઈએ. પછી નદિષેણુ જેવી સ્થિતિ કદાચ પ્રાપ્ત થઈ જાય તે તેમાંથી પણ નીકળી આવવા પ્રત્યન કરવું જોઈએ પણ પ્રયાસ કર્યા પહેલાં જ ચેતનાને કહેવું કે જ્યારે મારી સ્થિતિને વિચાર કરીશ ત્યારે તને મળીશ એ તે એમ બતાવે છે કે હું વિશુદ્ધ માર્ગ જાણું છું અને તે આદરણીય છે એમ કબૂલ કરું છું, છતાં અવિશુદ્ધ માર્ગે પ્રયાણ કરું છું. આવી રીતે બોલવું એ જેમ મંદતા બતાવે છે તેમ એટલું પણ બતાવે છે કે ગુણસ્થાનઆરેહમાં ચેતનજી હજુ બહુ આગળ વચ્ચે નથી, છતાં એનું સાધ્ય શુદ્ધ માર્ગ તરફ છે, એને એક સુંદર પરિવર્તન મળતાં એકદમ શુદ્ધ માર્ગયર આવી જવાને સભવ છે અને માનસિક ભવ્ય દશામાંથી વ્યાવહારિક વિમળા દશામાં આવી સુમતિને ભેટવાને તેને સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્ય સ્કુરણ થતાં તે વિશુદ્ધ માર્ગને આદરશે એમ તેનાં હૃદયગાનથી જણાય છે. કઈ પણ કાર્યને ક્રમ વિચારશું તે આપણને સહજ માલૂમ પડશે * I know the better course and approve of it, but follow the worse. Bacon's Advancement of Learning Vol. II.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy