SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 102 આનંદઘનજી અને તેને સમય, મતલબ તેઓએ ગુજરાતીમાં અવતરણુ જ્યાં જ્યાં કર્યું છે ત્યાં ત્યાં મૂળ લૈને ક્ષતિ આણવાને બદલે તેને વધારી સુધારી અતિ આકર્ષણીય ભાષામાં ગુજરાતીમાં મૂકેલ છે. તેઓએ ગુજરાતીમા દ્રવ્ય ગુણ પયયને રાસ બનાવી બહુ ઉપકાર કર્યો છે અને તેમાં આશ્ચર્ય જેવું એ થયું છે કે જ્યારે સાધારણ રીતે સરકૃત પ્રથાનું ગુજરાતી. ભાષાંતર થવાને ક્રમ છે ત્યારે આ ગુજરાતી ગ્રંથનું દ્રવ્યાનુયોગ તર્કણા” નામક ગ્રંથથી જસાગર મુનિરાજ દ્વારા સંસ્કૃતમાં અવતરણ થયું છે. એક અસાધારણ ન્યાયના ગ્રંથો લખનાર મહાત્મા પુરૂષ “જગજીવન જગ વાલી અથવા પુખલવઈ વિયે જ રે એવા સુશિક્ષિત અને પ્રાકૃત મનુષ્યને આનંદ ઉપજાવે તેવાં સરળ પણ ઊંડા ભાવાર્થવાળા અલકારિક ભાષાયુક્ત સ્તવને પણ લખે તે તેઓનું ચિત્રવિચિત્ર બુદ્ધિસામર્થ્ય બતાવી આપે છે. અનેક સંસ્કૃત પ્રાપર વિસ્તૃત ટીકા લખનાર-કમ પયડી–શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથનું રહસ્ય સમજાવનાર, અસાધારણ તર્ક અને અન્ય દ્રવ્યાનુયેગને અભ્યાસ બતાવનાર તે જ વખતે વળી ચરણકરણનુગના અનેક ગ્રંથ લખે, વળી પ્રસગે શ્રી સીમંધર સ્વામીને વર્તમાન સ્થિતિ પર અપીલ કરે અને સાથે તેવા જ વિષાપર સંત. ગ્રંથ લખે એ અસાધારણ બુદ્ધિવૈભવ બતાવવા માટે પૂરતા છે. આ તે તેમની એક ગ્રંથકર્તા તરીકે કેવી અદ્દભુત શક્તિ હતી તે આપણે જોયું, પરંતુ તે ઉપરાંત અભ્યાસ કરવા માટે બનારસમાં પસાર કરેલ સમય, ત્યાર પછીની જીંદગી તેમ જ તે પહેલાંની છંદગીપર ઉપલબ્ધ સાધને દ્વારા વિવેચન કરવામાં આવે તે તે વડે મેટું પુસ્તક ભરાય તેમ છે. તેઓએ તત્કાલીન ધર્મપ્રવૃત્તિ પર મોટી અસર કરી છે અને ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત અને તેના સંબંધમાં ચેશ્ય નિર્ણય કરવામાં તેઓને માટે હાથ હા જોઈએ એમ જણાય છે. તેઓશ્રીએ આનંદઘનજીની સ્તુતિરૂપ અણહી તેઓના મેળાપ સમયે બનાવી અધ્યાત્મ રોગના ગહન વિષયમાં પ્રગટ થયેલા મહા પુરૂષની મુઝ કરી બતાવી છે અને તે એક જ હકીક્ત તેઓમાં વ્યવહાર નિશ્ચયનુ દૃઢ એકત્રીકરણ બતા-- વવા માટે પૂરતી છે. સમકાલીન વિદ્વાન માટે તેઓના નામનિર્દે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy