SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યશવિજય ઉપાધ્યાય. 101 ગ્રંથે તેઓએ બનાવ્યા છે તે અત્યારે લભ્ય છે અધ્યાત્મ અને ગના વિષયનાં પણ અલૌકિક પુસ્તક તેઓએ લખી તત્કાલીન અને ભવિષ્યત જૈન પ્રજાપર માટે ઉપકાર કર્યો છે. તેઓના વૈરાગ્યકલ્પલતા, અધ્યાત્મ સારી અને સર્વ શિરોમણિ જ્ઞાનબિંદુ જેવા ગ્રંથે વાંચતાં કર્તાની અસાધારણ વિષયગ્રહણ અને રજુ કરવાની શક્તિ ઉપર ખ્યાલ થવા સા વષય સ્પષ્ટ થઈ જાય છે. એ ઉપરાંત ખત્રીશ બત્રીશીઓ લખી યેગના વિષયના ઘણા પૂર્વરચિત વિષયને એકત્ર કર્યો છે અને તે જ રોગના વિષય પર આઠ દૃષ્ટિની સઝાયા ગુજરાતીમાં બનાવી છે. ચાલુ ઉપગમાં ગુરૂતત્વ નિર્ણય અને ભાષા રહસ્ય બનાવી બહુ લાભ કર્યો છે અને અન્ય પક્ષ સંબંધમાં પ્રતિમાશતક, દવ ધર્મ પરીક્ષા અને અધ્યાત્મમત ખંડન જેવાં પુસ્તકો લખ્યાં છે જે તેની વિવિધતા બતાવે છે. વળી એક “સિદ્ધાન્ત તર્ક પરિક્કાર” નામને ગ્રંથ લખી તેમાં સિદ્ધાન્ત સબધી લોકોના મનમાં શંકા આવે તેવા પ્રસંગોને નિર્ણય અસાધારણ રીતે કરી આપે જણાય છે. સમયાન્તર જ્ઞાનદર્શનના ઉપરોગ સંબંધી સિદ્ધાન્તિક મત અને ન્યાય કુલગ્રહ શ્રીસિદ્ધસેન દિવાકરના અભિપ્રાય ઉપર જે અસાધારણ યુકિતવડે દલીલપુરસર વિચાર બતાવી નિર્ણય કર્યો છે તે વાંચતાં તેઓશ્રીના અદ્દભુત જ્ઞાનનો ખ્યાલ આવે તેમ છે. સંસ્કૃતમાં અનેક ગ્રથ બનાવવા ઉપરાત અતિ વિશિષ્ટ શબ્દભળ સાથે ગુજરાતીમાં સમકિતના ૬૭ બેલની સઝાય, અઢાર પાપસ્થાનકની અઢાર સઝાય, એકાદશીનાં ગરણ, જેમૂવામીને રાસ, ૪૨, ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવને, વિશીઓ વિગેરે અનેક પદ્યરચના કરી છે, “યશવિલાસના નામથી ઓળખાતે પદને સંગ્રહ બનાવ્યો છે અને તે પ્રત્યેકમાં ગુજરાતી ભાષા ઉપર અસાધારણ કાબુ બતાવ્યું છે. ગુજરાતીની કૃતિમાં તેઓએ જ્યાં જ્યાં સંસ્કૃત શ્લોકનાં ભાષાંતરે મૂક્યાં છે ત્યાં બરાબર શબ્દરચના કરી સમાન ભાવાર્થથી સરળપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉલેખ કરવાની અસાધારણ અવતરણશકિત બતાવી છે. આવી સુંદર રીતે સંસ્કૃતિને ગુજરાતી પદ્યમાં બતાવી શકનાર મારા વાંચવામાં કઈ વિદ્વાન-જૈન અથવા જૈનેતર આવ્યા નથી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy