________________
જીવનરેખા 3
જીવન અને કવન
૩૫
દિવસો સુધી ચાલવાથી પરમહંસ કટાળી ગયે. એમણે જેની શાસનદેવી અંબિકાનું સ્મરણ કર્યું. એણે આવીને તારાની વાત જણાવી અને કહ્યું કે તું પ્રતિવાદીને તારી સમક્ષ આવી વાદ કરવા કહેજે.
બીજે દિવસે પરમહસે આ સૂચનાનો અમલ કર્યો. પ્રતિવાદીએ મૌન ધારણ કર્યું એટલે પરમહંસે પડદે ખેચી કાઢ્યો અને પગ વડે પેલા ઘડાના ભૂકે ભૂકા કરી નાખ્યા. પછી એઓ બૌદ્ધોના નાયકને ઉદેશીને બોલ્યાઃ તમે અધમ પંડિત છે.
એવામાં સૂરપાલે સુભટોને કહ્યુંઃ ન્યાયમાં વિજય મેળવનારા આ સાધુ પુરુષને વધ ઇચ્છનારા તમે શત્રુઓ છે. તમારે આને પકડીને લઈ જવો હોય તે મને યુદ્ધમાં હરાવે. પછી એમ ભલે બને.
બીજી બાજુ રાજાએ પરમહંસને નાસી જવાનું ઈશારતથી સૂચવ્યું અને એમણે તેમ કર્યું.
ધાબીના પ––ઉતાવળા ઉતાવળા પરમહંસ જતા હતા તેવામાં એક ધોબી એમના જેવામા આવ્યો. સુભટને નજીક આવેલા જાણી એમણે ધાબીને કહ્યુંઃ અલ્યા નાસ, નાસ; આફતને મામલે છે. આમ ચાલાકીથી બીને નસાડી પરમહ સ એની જગ્યાએ કપડા ધોવા બેઠા. એવામાં એક ઘોડેસ્વારે ત્યાં આવી પૂછયુઃ આ રસ્તે કોઈ પુરુષ
" एसा सहीमुहेण ज कहइ समस्सापय मएणावि ।
पूरेयश्च केण वि पुत्तलयमुहेण हेलाए ।। ८६१ ॥" આ પ્રસંગ માટે જુઓ ૫ સત્યરાજગણિએ વિ સં. ૧૫૧૪મા રચેલા શ્રીપાલચરિત્રને શ્લે ૩૫,વિ સ ૧૭૩૮થી ૧૭૪૩ના ગાળામાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ દ્વારા પૂર્ણ કરાયેલ અને વૈયાકરણ વિનયવિજયગણિ દ્વારા આર ભાયેલે શ્રીપાલ રાજાને રાસ (ખંડ ૩, ઢાલ ૭, કડી ૧૪) તેમ જ જ્ઞાનવિમલસૂરિએ ગદ્યમાં રચેલું અને વિ સ ૧૭૪૫માં પ્રથમાદીપે લખાયેલું શ્રીપાલચરિત્ર (પત્ર ૨૭ આ).