________________
સમીક્ષા ] જીવન અને કવન
૨૮૧ દિગ્નગની વિવિધ સંસ્કૃત રચનાઓમાથી જે અવતરણ ન્યાયવાતિક અને એની વાચસ્પતિ મિશ્રત તાત્પર્યા–ટીકામાં નજરે પડે છે તે એકત્રિત કરી એનું સંપાદન છે. રેન્ડલે (Randle) કર્યું છે. એવી રીતે બ્લેકવાર્તિક ઉપરની પાર્થસારથિમિકૃત ટીકાગત અવતરણ અંગેનુ કાર્ય એચ. આર રંગાસ્વામીએ કર્યું છે. મલ્લવાદીએ એક કારિકાના ભાય નામે દ્વાદશાનિયચકમા દિડનાગનાં અનેક વચનની સમાલોચના કરી છે. એ એકત્રિત થવા ઘટે.
પ્રમાણસમુચ્ચય ઉપરના વાર્તિકમાં ધર્મકાર્તિએ દિનાગના મંતવ્યથી પિતે જ્યા જ્યા ભિન્ન મત ધરાવતા હતા તે સ્પષ્ટ રૂપે અને નિર્ભયપણે દર્શાવ્યા છે.
(૧૬) દિવાકર અજ૫૦ (ખંડ ૧)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૮૪)માં એમને વિષે નિમ્નલિખિત પંક્તિમાં ઉલ્લેખ છે –
“ –ચાદ્દામા રિવામિ ” આ ઉપરથી હુ એમ માનું છું કે દિવાકર એ સ્યાદ્વાદભંગના કર્તા છે. હેતુબિન્દુ ઉપરની અર્ચટકૃત ટીકા (પૃ. ૩૧)માં જે સ્વાદવાદભંગને ઉલ્લેખ છે તે જ આ કૃતિ હેવી જોઈએ એમ લાગે છે. - આ દિવાકર બદ્ધ છે એટલે શુંગાર-વૈરાગ્ય-તરંગિણીના કર્તા જે દિવાકર જૈન છે તેમનાથી તે આ સહેજે ભિન્ન ઠરે છે.
શારદાત (આશરે ઈ. સ. ૧૧૫૦–૧૨૧૦)મા જે નાટ્યશાલપતિના નામે દિવાકરને ઉલ્લેખ કર્યો છે તે પણ આ દિવાકરથી ભિન્ન છે. આ શારદાતનયના એ અન્ય દિવાકર નાટયશાસ્ત્ર પરત્વે ગુરુ થાય છે.