________________
ર૭૦
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
છે. જૈન ધર્મના અભ્યાસ માટે જ નહિ પરંતુ ભારતીય સામાજિક પરિસ્થિતિના અવલોકનાથે પણ આ મનનીય કૃતિ ઉપયોગી છે. નદીની ચુરિણુ શસવ ત ૫૯૮ (વિ. સ. ૭૩૩)માં પૂર્ણ કરાઈ છે કેટલાકને મતે આવસ્મય, ઉત્તરક્શણ અને દસયાલિયની પણ સુપિણ એમણે રચી છે.
(૧૨) જિનભગણિ ક્ષમાશ્રમણ નંદીની ટીકા (પત્ર પર)મા હરિભદ્રસૂરિએ એમને વિષે “જિનભગણિ ક્ષમાશ્રમણ” એ ઉલ્લેખ કર્યો છે અને વિશેસણુવઈની બે ગાથા આપી એ સમજાવી છે. આ ગણિરત્ન “ભાષ્યકાર ' તરીકે સુપ્રસિદ્ધ છે ખુદ હરિભદ્રસૂરિએ “ભાષ્યકાર” તરીકે એમને નિર્દેશ નંદીની ટીકા (પત્ર ૫૯)માં તેમ જ અણુઓગદારની ટીકા (પત્ર ૧૨૩ તેમ જ ૧૨૪)માં કર્યો છે. વિશેષમાં એમણે એમ કરતી વેળા વિસામાથી અવતરણ આપ્યા છે. ડુપડપિકા (પત્ર ૬૯)માં જિનભદ્રગણિ ભાષ્યકાર તરીકે ઉલ્લેખ છે. એના પત્ર ૫૭માં વિસેનામાથી અવતરણ અપાયેલ છે. છયેકપ ઉપરની ચણિણુના પદ્ય ૫-૧૧મા એના કર્તાએ–ચૂર્ણિકાર સિદ્ધસેનસૂરિએ એમને વંદન કરી એમની સ્તુતિ કરી છે. સાતમા પદ્યમાં એમણે કહ્યું છે કે એઓ જૈન અને અજૈન દર્શને, લિપિઓ, ગણિત, છદ અને વ્યાકરણમાં નિષ્ણાત હતા.
૧ આ ચુણિણ “. કે. સંસ્થા” તરસ્થી બે ભાગમાં ઈ. સ. ૧૯૨૮ અને ૧૯૨૯માં અનુક્રમે છપાવાઈ છે.
૨ આ ચુવિણ “. કે છે સસ્થા” તરફથી ઈ સ ૧૯૩૩મા. પ્રસિદ્ધ થયેલી છે.
૩ આ વીસવીસિયા વગેરે કૃતિઓ સહિત “*. કે. શ્વે સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે.