SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા 1. જીવન અને કવન ૨૫૩ પ્રમાણવિનિશ્ચયમાથી જેમ હરિભદ્રસૂરિએ અવતરણ આપ્યું છે તેમ અકલંકે અષ્ટશતીમાં આપ્યું છે. પ્ર વાવ એ ધર્મકીર્તિની અગ્રગણ્ય કૃતિ (magnum opus) છે એનું નીચે મુજબનું બીજુ પદ્ય ટીકાકારોને જવાબ આપવાના ઈરાદે પાછળથી ઉમેરાયેલું મનાય છે એમ પ્રો શેરબૅસ્કિનું કહેવુ છે – " प्राय प्राकृतसक्तिरप्रतिवलप्रज्ञो जन केवलं नानर्येव सुभाषिते. परिगतो विद्वेष्टयमामले. । तेनाय न परोपकार इति नश्चिन्ताऽपि चेतस्तत. सूक्ताभ्यासविवर्धितव्यसनमित्यत्रानुवद्धस्पृहम् ॥" વિવેક (પૃ ૩૬૩)મા અને ધ્વન્યાલોક (પૃ. ૨૧૭)માં નોધાયેલું એવું પાઠભેદપૂર્વક આ મહાકૃતિનુ અતિમ પદ્ય નીચે મુજબ છે – " अनध्यवसितावगाहनमनल्पधीशक्तिना प्यदृष्टपरमार्थसारमधिकामियोगैरपि । मतं मम जगत्यलब्धसदृशप्रतिग्राहक प्रयास्यति पयोनिधेः पय एव स्वदेहे जराम् ॥" આ પ્ર. વાળ પૂર્ણ થતા તારનાથના કહેવા મુજબ ધમકીર્તિએ એ પડિતને બતાવ્યું. એ સમયે એમના દુશ્મનોએ આ ગ્રંથની એવી અવદશા કરી કહેવાય છે કે એમણે આ ગ્રંથના પાના કૂતરાની પૂંછડીએ બાધ્યાં, અને એ કૂતરાને શેરીઓમાં દેડવા દીધું એટલે પાનાઓ વેરવિખેર થઈ ગયા; પરંતુ ધર્મકીતિએ જવાબ વાળ્યો કે જેમ આ કૂતરે બધી શેરીઓમાં દોડે છે તેમ મારી કૃતિ જગતભરમાં ફેલાઈ જશે. બૌદ્ધદર્શન (પૃ. ૧૧૧)માં કહ્યું છે કે ઉદ્યોતકરના ન્યાયવાર્તિકને તર્કબાણ વડે ધમકીર્તિએ એવું છિન્નભિન્ન કર્યું હતું કે વાચરપતિએ એ વાતિક પર તાત્પર્ય-ટીકા રચી તપકમાં ડૂબેલી ૧ જુએ અજ૫૦ (બંડ ૨)ને મારે ઉપદ્યાત (પૃ. ૮૩).
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy