SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ બૃહત્સંગ્રહણી એટલે જિનભદગણિ ક્ષમાશ્રમણની જ. મ.માં ગા. ૪૧૯મા રચેલી કૃતિ. આના ઉપર મલયગિરિસૂરિની ટીકા છે. આ ટીકામાં આ સૂરિએ હરિભદ્રસૂરિકૃત વૃત્તિને કઈ સ્થળે ઉલેખ કર્યો હાય એમ જણાતું નથી. સુમતિગણિએ પ્રસ્તુત હરિભસૂરિને વૃત્તિકાર તરીકે નિર્દેશ કર્યો છે ખરો, પણ એનું સમર્થન કરનાર કઈ પ્રાચીન પ્રમાણ મળે છે ? જે ભાંડ્યું સૂત્ર (પૃ. ૩૪)માં જે સંગ્રહણીવૃત્તિ હારિભદ્રીય કહી છે તે પ્રસ્તુત છે ? એની હાથપોથી ૨૬ પત્રની છે. અર્જન કૃતિનું વિવરણ (૮૨) ન્યાયપ્રવેશકવ્યાખ્યા યાને (૧૪૮ ઈ) શિષ્યહિતા દિજ્ઞાગે ન્યાયવ્હાર રચ્યું છે. એને જ કેટલાક ન્યાયસૂત્ર કહે છે. એને અભ્યાસ સુગમ થાય તે માટે ન્યાયપ્રવેશકની રચના કરાઈ હતી. આ ન્યાયપ્રવેશકને વિષય મણિમેખલઈ નામના તામિલ કૃતિના ૨૯ભા પ્રકરણ સાથે સમાનતા ધરાવે છે. ન્યાયપ્રવેશકના કર્તા કાણુ એ વિષે બે મત છે. કેટલાક આધુનિક વિદ્વાને એના કર્તા તરીકે દિનાગનું નામ સૂચવે છે તે બીજા *કેટલાક આ દિનાગના શિષ્ય શંકરસ્વામીનું નામ સૂચવે છે. ૧ આ વ્યાખ્યાનું સંસ્કૃત મૂળ અને પ્રસ્તુત વ્યાખ્યા ઉપરની પાર્શ્વદેવગણિત ૫જિકા સહિતનું સંપાદન (સ્વ.) ડો. આનંદશંકર ધ્રુવે કર્યું છે અને એ “ગા. પ. ગ્રં.”મા ઈ સ ૧૯૩૦માં પ્રસિદ્ધ થયેલ છે આ પૂર્વે ટિબેટી મૂળનું વિધુશેખર ભટ્ટાચાર્યે સપાદન કર્યું હતુ એ મૂળ એમની પ્રસ્તાવના સાથે “ગા. પ. ૨.”મા ઈ સ ૧૯૨૭માં પ્રકાશિત થયેલ છે ૨ જુઓ “ઉપબડ”. ૩ ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, વિધુશેખર ભટ્ટાચાર્ય અને ડૉ. કીથ ૪ પ્રો. ઉઈ, સુગિરિ, હસ્સિ, યુબિઅન્સિક અને મિનિવ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy